✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Lavish Wedding: પાકિસ્તાનમાં દુલ્હાએ પહેર્યા સોનાના શૂઝ અને ટાઈ, કિંમત જાણીને તમે ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Apr 2018 10:16 AM (IST)
1

આટલી સાહેબી જો છલકાતી હોય તો એની સુરક્ષા પણ કરવી જોઇએ. એમ વિચારીને એણે અનેક બોડીગાર્ડ પણ રાખ્યા હતા. પાકિસ્તાનમાં દુલ્હાએ રૂપિયા 25 લાખના સોનાના જુતા, ટાઇ અને કપડાં પહેરી નિકાહ પઢ્યા હતા જેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

2

ઈન્સ્ટાગ્રામમાં એક યુઝરે લખ્યું હતું એક જુતો વેચીને કોઈ પોતાની સર્જરી કરાવી શકે છે, તો બીજાએ લખ્યું હતું મારે એ જોવું છે કે જો વરરાજા આવા નખરા કરતો હોય તો વધુએ શું પહેર્યું હશે? વરરાજાએ જે ટાઈ પહેરી હતી જેની કિંમત પાંચ લાખ રૂપિયા હતી.

3

રિસેપ્શનમાં આટલો દેખાડો શા માટે કરો છો? એવું પૂછતા સલમાને કહ્યું હતું કે, પહેલાંથી જ સોનાના શૂઝ પહેરું છું. લોકો ગળાની આસપાસ સોનાની ચેન પહેરે છે પણ હું એના શૂઝ બનાઉં છું. હું લોકોને એ કહેવા માગું છું કે જુઓ ધન-દોલત તો મારા પગમાં છે અને એના જગ્યા એ જ છે. દુલ્હાના આઉટફિટને સોશિયલ મિડીયામાં અનેક લોકોએ જોયો અને વાયરલ થયો છે. અનેક લોકોએ વિવિધ પ્રતિભાવ આપ્યા હતા.

4

એવું કહેવામાં આવી રહ્યું છે કે, દુલ્હાનો સ્યુટ રૂપિયા 63,000 હજારનો અને એણે જે શૂઝ પહેર્યાં હતા તે 17 લાખના હતા જેમાં સોના ઉપરાંત હીરા અને માણેક જડ્યા હતા. દુલ્હાના આઉટફિટની કુલ કિમંત રૂપિયા 25 લાખ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

5

લાહોરના એક વેપારી એવા સલમાન શાહીદે વલીમામાં કોઈ જ કસર બાકી રાખી ન હતી. દુલ્હન અને તેના પરિવારને પ્રભાવિત કરવા એણે જરાય કસર છોડી નહતી. એના સ્યુટમાં મેચીંગ ક્રિસ્ટ અને જ્વેલ્સ હતા.

6

લાહોર: ભારતીય ઉપખંડ જાહોજલાલી ભર્યા અને શાહીઠામાઠના લગ્ન માટે જાણીતો છે. મોટાભાગની પ્રજાને સોના સાથે અપાર પ્રેમ હોય છે પરંતુ પાકિસ્તાનના લાહોરમાં લગ્ન કરવા ગયેલા એક દુલ્હાએ તો રૂપિયા 17 લાખના સોનાના જુતા પહેર્યા હતા અને સોનાનો સ્યુટ બનાવ્યો હતો.

  • હોમ
  • દુનિયા
  • Lavish Wedding: પાકિસ્તાનમાં દુલ્હાએ પહેર્યા સોનાના શૂઝ અને ટાઈ, કિંમત જાણીને તમે ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.