72 દેશોમાં સજાતિય સંબંધ અપરાધ, જાણો કયા દેશમાં છે મોતની સજા.
સમલૈગિકતાને દક્ષિણ અને પૂર્વ આફ્રિકા, મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયામા સૌથી વધારે કઠોર દ્રષ્ટિકોણ રાખે છે. સમાન લિંગ સંબંધોને હજુ પણ 71 દેશોમાં પ્રકૃતિ વિરુદ્ધ માનવામાં આવે છે. અને ત્યા કાદેસર જેલની સજા પણ આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App120થી વધુ દેશોમાં સમલૈગિકતાને અપરાધની શ્રેણીમાંથી મુક્ત કરી દીધા છે. પરંતુ રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવે છે કે, લૈગિક અભિમુખતા અને લેંગિક ઓળખના મુદ્દા પર દુનિયાભરમાં આશ્ચર્યજનક પ્રગતિ પણ થઇ છે. જાપાનમાં વર્ષના અંત સુધીમાં સમાન લિંગ વચ્ચે લગ્નની કાયદાકીય મંજૂરી આપવી કે નહીં તે મતદાનથી નક્કી કરવામાં આવશે કે જો કે, માલ્ટા 24મો દેશ છે જ્યાં સમલેંગિક મેરેજને માન્યતા આપવામાં આવી છે.
ઈન્ટરનેશનલ લેસ્બિયન, ગે, બાઈસેક્શુઅલ, ટ્રાંસ એન્ડ ઈન્ટરસેક્સ એસોસિએશન (આઇએલજીએ)એ કહ્યું કે, જ્યાં સમલૈગિકતાની સજા મોત છે તેમાં ઈરાન, સૂડાન, સાઉદી અરેબિયા, યમન, સોમાલિયા, નાઇજીરિયા, ઈરાક, અને સીરિયાનો સમાવેશ થાય છે. તેના સિવાય એવા ઘણા દેશ છે જ્યાં સજાતિય વર્તણૂક પર જેલની સજા આપવામાં આવે છે.
ન્યૂયોર્કઃ દુનિયાના 72 દેશોમાં સજાતિય સંબંધ હજુ પણ અપરાધની શ્રેણીમાં માનવામાં આવે છે. તેમાંથી 45 એવા દેશ છે જ્યાં મહિલાઓ વચ્ચે યૌન સંબંધને ગેરકાયદેસર માનવામાં આવે છે. એક અહેવાલમાં આ માહિતી આપવમાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -