માઈક્રોસોફ્ટના આ ફોન્ટના કારણે નવાઝ શરીફની ખુરશી ગઈ!
જોકે, 2006માં કેલિબરી ફોન્ટ વીટા વર્જનમાં ઉપલબ્ધ હતા, પરંતુ તેનો ઉપયોગ MS Word યૂઝર્સ કરી શકતા નહતા. 2007માં આ ફોન્ટને સત્તાવાર રીતે બધા માટે લોન્ચ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર આ તપાસ ટીમના હેડે પોતાની રિપોર્ટમાં લખ્યું કે, “અમે આ દસ્તાવેજમાં વાપરવામાં આવેલા ફોન્ટની ઓળખ કરી છે અને આ કેલિબરી છે. આ ફોન્ટ 31 જાન્યુઆરી 2007થી પહેલા વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ નહતા.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોર્ટમાં જે દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા તે 2006ના હતા. આ દસ્તાવેજ માઈક્રોસોફ્ટ વર્ડના પોપ્યુલર ફોન્ટ કેલેબરીમાં ટાઈપ કરવામાં આવ્યા હતા. પરંતુ માઈક્રોસોફ્ટના આ ફોન્ટ પબ્લિક માટે 2007માં લોન્ચ કરવામાં આવ્યા હતા. તે માટે આ દસ્તાવેજ પર શંકા ગઈ, કારણ કે જે ફોન્ટ હજુ આવ્યા જ નહતા (લોન્ચ જ થયા નહતા) તેમાં કેવી રીતે દસ્તાવેજ ટાઈપ કરવામાં આવ્યા.
આ કેસમાં માઈક્રોસોફ્ટ વર્ડનાં Calibri ફોન્ટ મહત્વપૂર્ણ રહ્યાં. શરીફના બચાવમાં કોર્ટમાં કેટલાક દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું હતુ કે શરીફ આ કેસમાં જોડાયેલા નથી અને પનામા પેપર્સ લીક સાથે તેમને કોઈ જ લેવા-દેવા નથી.
માઈક્રોસોફ્ટના એક ફોન્ટે પાકિસ્તાની વડાપ્રધાનને તેમની ખુરશીથી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. પાછલા કેટલાક સપ્તાહથી MS Wordના કેલેબરી(Calibri) ફોન્ટ સતત સમાચારોમાં રહ્યા હતા. પનામા પેપર્સ લીકમાં સામે આવ્યું હતું કે, શરીફ પરિવાર સાથે જોડાયેલી કંપનીઓએ લંડનમાં ઘણીબધી લક્ઝ્યુરી પ્રોપર્ટી ખરીદી છે. જોકે લીક થયેલા પનામાં પેપર્સમાં નવાઝ શરીફનું નામ નથી, પરંતુ તેમની પુત્રી મરિયમ શરીફનું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની ત્યાંની સુપ્રીમ કોર્ટે પદ માટે અયોગ્ય ગણાવ્યા છે. ત્યાર બાદ તેમણે પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. કોર્ટે પનામા પેપર્સ લીક માલે આ કાર્રવાઈ કહી છે. તમને જણાવીએ કે, પનામા પેપર્સ લીક બાદ નવીઝ શરીફ સહિત તેના પરિવાર પર ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -