3000 કરોડમાં વેચાયું આ ચિત્ર, 67 વર્ષ પહેલા માત્ર 4000માં વેચાયું હતું, જાણો શું છે ખાસ
ન્યૂયોર્કઃ જાણીતા ચિત્રકાર લિયોનાર્ડો દ વિન્ચીના એ પેન્ટિંગે નવો રેકોર્ડ બનાવ્યો છે. અંદાજે 500 વર્ષ જૂની પેન્ટિંગની ન્યૂયોર્કમાં હરાજી કરવામાં આવી જે 450.3 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 2940 કરોડ રૂપિયામાં વેચાઈ છે. આ વિશ્વમાં કોઈપણ કલાકૃતિ માટે લગાવવામાં અત્યાર સુધીની સૌથી મોટી કિંમત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલવાટોર મુંડી નામની જીસસ ક્રાઈસ્ટની આ પેન્ટિંગે હરાજીમાં જૂના બધા રેકોર્ડ તોડ્યા હતા. આ પહેલા પાબ્લો પિકાસોની વુમન ઓફ અલ્જીયર્સ સૌથી મોંઘી પેન્ટિંગ હતી જે અંદાજે 180 મિલિયન ડોલર એટલે કે 1100 કરોડમાં વેચાઈ હતી.
કહેવામાં આવે છે કે, સલ્વાટોર મુન્ડી ચિત્ર પહેલા ખોવાઇ ગયું હતું. બાદમાં 500 વર્ષ પહેલા ફ્રાંસના રોયલ પરિવારને તેના રાઇટ્સ મળ્યા. 1958માં આ ચિત્ર માત્ર 45 પાઉન્ડ (અંદાજે 3875 રૂપિયા)માં વેચાયું હતું, કારણ કે ત્યારે એવું માનવામાં આવ્યું હતું કે, આ ચિત્રને લિયોનાર્ડો દ વિન્ચી એ નહીં પણ તેમના સ્ટુડન્ટ જિયોવાની બોલ્ટ્રાફિયો એ બનાવ્યું છે. 2005માં તેની 10000 ડોલર (6.5 લાખ રૂ.)માં હરાજી થઇ. ચાર વર્ષ પહેલા આર્ટ કલેક્શન કરનારા રશિયાના દમિત્રી ઇ રયાબોલોવ્લેવ એ આ પેઇન્ટિંગ 12.7 કરોડ ડોલર (832 કરોડ રૂ.)માં ખરીદ્યું હતું.
ઓક્શન દરમિયાન ખરીદનારા એ 20 મિનિટ સુધી ફોન પર વાત કરી અને આ પેઇન્ટિંગ માટે 40 કરોડ ડોલરની અંતિમ બોલી લગાવી. ઓક્શન હાઉસની ફી સાથે તેની કિંમત 45 કરોડ ડોલર થઇ. જો કે, ઓક્શન હાઉસે ખરીદનારનું નામ જાહેર નથી કર્યું. બોલી જ્યારે 30 કરોડ ડોલરને પાર થઇ ગઇ ત્યારે ઓક્શનર જસ્સી પાયક્કાનેને કહ્યું કે, અહીં આપણે એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઇ રહ્યા છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -