ચંદ્રગ્રહણના દિવસે જન્મ થવો અશુભ નથી, ફેસબુકના CEO ઝુકરબર્ગ છે તેની મિસાલ
નવી દિલ્લી: 150 વર્ષ બાદ આકાશમાં એક અનોખી ઘટના ઘટવા જઇ રહી છે. ખગોળીય ઘટનાને લઈને અલગ અલગ પ્રકારની વાતો થઈ રહી છે. કોઈ શુભ કહી રહ્યું છે તો કોઈ અશુભ. આ દિવસે બાળકોના જન્મને લઈને અનેક ભ્રમ હોય છે. પરંતુ ઈતિહાસમાં આવી અનેક હસ્તિઓ છે જેણે જૂની રૂઢિઓ અને માન્યતાઓને ધ્વસ્ત કરવાનું કામ કર્યું છે. તેની મિસાલ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે રાતે ચંદ્ર પહેલાની અપેક્ષા કરતા વધારે પ્રકાશિત દેખાશે અને ચંદ્ર સુપર મૂન અને બ્લૂ મૂન તરીકે નજર આવશે. વર્ષ 2018નું પ્રથમ ગ્રહણ છે. આ ખગોળીય ઘટનાને સુપર બ્લૂ બ્લડ મૂન નામથી ઓળખાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રહણ 150 વર્ષ બાદ થઈ રહ્યું છે. આજે સાંજે 5.58થી શરૂ થઈ અને 8.41 સુધી ચાલશે. પૂર્ણ ચંદ્રગ્રહણ 77 મિનીટ સુધી રહેશે.
ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગનો જન્મ 14 મે 1984માં થયો હતો. તે દિવસે ચંદ્ર ગ્રહણ થયું હતું. માર્ક ઝુકરબર્ગે ફેસબુકની શરૂઆત 4 ફેબ્રુઆરી, 2004માં હારવર્ડ યુનિવર્સિટીથી કરી હતી. પહેલા ફેસબુકની શરૂઆત તેમણે કેમ્પસમાંજ કરી હતી પરંતુ 2012માં ફેસબુકના એક અરબ યૂઝર થઈ ગયા છે. ઝૂકરબર્ગને 2016માં ફોર્બ્સે દુનિયાના સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં સામેલ કર્યા હતા.
માર્ક ઝુકરબર્ગનો જન્મ ચંદ્રગ્રહના દિવસે થયો હતો. હોલીવુડ ધ સોશલ નેટવર્કના નામથી માર્ક ઝુકરબર્ગની જીંદગી પર ફિલ્મ પણ બનાવી ચુકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -