'ટાઈમ'ની દુનિયા બદલનાર 100 તસવીરોમાં બાપુનો ચરખો, જુઓ અન્ય તસવીરો
૧૯૪૬માં મહાત્મા ગાંધીની ચરખા સાથે લેવામાં આવેલી તસવીરને ટાઇમ મેગેઝિને ઇતિહાસની ૧૦૦ સૌથી પ્રભાવશાળી તસવીરોમાં સામેલ કરી છે. ટાઇમ્સ મેગેઝિને દુનિયાને બદલી દેનારી ૧૦૦ તસવીરોમાં આ તસવીરનો સમાવેશ કર્યો છે. મહાત્મા ગાંધીની આ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર ફોટોગ્રાફર માર્ગારેટ બોર્કે-વ્હાઈટે લીધી હતી. તસવીરમાં ગાંધી જમીન પર પાતળા ગાદલા પર બેસીને સમાચાર વાંચતા નજરે પડે છે. જ્યારે તેમની આગળ તેમનો ચરખો રાખેલો છે. તસવીર ભારતના નેતાઓ પર એક લેખ માટે લેવાઈ હતી પણ તે પ્રકાશિત થયાના બે વર્ષ પહેલાં અને ગાંધીજીની હત્યા પછી તેમને શ્રદ્ધાંજલિ તરીકે મુખ્યત્વે પ્રકાશિત કરાઈ હતી. આ અંગે ટાઈમ મેગેઝીને કહ્યું હતું, ખૂબ ઝડપથી તે અમર બની ગયેલી એક તસવીર બની ગઈ હતી.’ ટાઈમના સંકલનમાં ૧૮૨૦ના દાયકાથી ૨૦૧૫ સુધીના સમયમાં લેવાયેલી સૌથી મશહૂર અને ઈતિહાસ બદલનારી ૧૦૦ તસવીરોને સામેલ કરવામાં આવી છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ અન્ય તસવીરો....