✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમેરિકામાં થયેલ આતંકી હુમલામાં પ્રિયંકાનો થયો આબાદ બચાવ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Nov 2017 12:13 PM (IST)
1

મૈનહૈટનઃ અમેરિકાના મૈનહૈટનમાં એક પિકઅપ ટ્રક ડ્રાઈવરે અનેક લોકોને ટ્રક નીચે કચડી માર્યા હતા. હુમલાખોર ટ્રક ડ્રાઈવરે રસ્તે ચાલતા પ્રવાસીઓ, સાઈકલ અને બાઈક લેનમાં ટ્રક ઘુસાડ્યો હતો, જેના કારણે આઠ લોકોના મોત થયા અને અંદાજે 11 લોકો ઘાયલ થયા હતા. મેયરે તેને આતંકી ઘટના ગણાવી છે. આ હુમલાની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે. પીએ મોદીએ પણ આ હુમલાની ટીકા કરી છે.

2

પ્રિયંકા હાલમાં ક્વાન્ટિકોની ત્રીજી સીઝનનું શૂટિંગ માટે અમેરિકામાં છે. પોતાના ફેન્સને ટ્વિટર પર હેલોવીનની વધામણી આપ્યાના થોડા સમય બાદ તેણે આ ઘાતક હુમલાને લઈને ટ્વીટ કર્યું. જેમાં તેણે જણાવ્યું કે, જે જગ્યાએ હુમલો થયો છે તે તેના ઘરથી માત્ર પાંચ બ્લોક્સના અંતરે જ છે.

3

ન્યૂયોર્ક પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. કહેવાય છે કેસ હુમલાખોર ઉઝ્બેકિસ્તાનનો સંદિગ્ધ આતંકી છે. જ્યારે આ ઘટનાને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે આઈએસઆઈએસને પોતાના દેશમાં ઘુસવા નહીં દે.

4

મળેલ જાણકારી અનુસાર હુમલામાં ઉપયોગમાં લેવાયેલ ટ્રકમાં આઈએસઆઈએસના ડોક્યુમેન્ટ પણ મળ્યા. 29 વર્ષીય હુમલાખોરની ઓળખ સેફુલો સાઈપોવ તરીકે થઈ છે. ડ્રાઈવરે જ્યારે ટ્રકમાંથી બહાર નીકળ્યો ત્યારે પોલીસે તેને પેટમાં ગોળી મારી. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે, હુમલાખોરના હાથમાં બે બંદૂક હતી અને તે અલ્લાહ હૂ અકબરના નારા લગાવતો હતો.

5

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ આ ભયાનક હુમલાને નજીકથી અનુભવ્યો છે. પ્રિયંકાએ હુમલામાં માર્યા ગયેલ લોક પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી. તેણે જણાવ્યું કે, જે જગ્યાએ હુમલો થયો તે ન્યૂયોર્કના તેના ઘરની ખૂબ જ નજીક છે.

  • હોમ
  • દુનિયા
  • અમેરિકામાં થયેલ આતંકી હુમલામાં પ્રિયંકાનો થયો આબાદ બચાવ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.