ન્યૂયોર્કમાં આતંકી હુમલો, ટ્રકથી 8 લોકોને કચડ્યાં: ટ્રક હંકારતી વખતે હુમલાખોર શું બોલતો હતો, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરી છે. જ્યારે હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે અમેરિકાના સમય પ્રમાણે ઘટના મંગળવારે બપોરે 3.05 વાગે થઈ હતી. ટ્રકે જાણી જોઈને સાઈકલ સવારોને ટક્કર મારી હતી. ન્યૂયોર્કના પોલીસ કમિશ્નર જેમ્સ ઓ નીલે કહ્યું કે, ડ્રાઈવરે પહેલા એક સ્કૂલ બસને ટક્કર મારી હતી અને પછી ટ્રક બાઈક પાથ પર ચડાવી દીધી હતી.
ન્યૂયોર્ક: અમેરિકામાં ન્યૂયોર્કના લોઅર મેનહટનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે ટ્રક ફરી વળતાં 8 વ્યક્તિનાં મોત થયા છે અને 11ને ગંભીર ઈજા થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે હડસન નદી કાંઠે મોટર સાયકલ માટેના રસ્તા પર એક વ્યક્તિ કાર હંકારી રહ્યો હતો અને અનેક લોકોને અડફેટે લીધા હતાં. ન્યૂયોર્કના મેયર આ ઘટના આતંકી હોવાનું જણાવ્યું છે.
આ ઘટનાને એક આતંકી હુમલા તરીકે જોવામાં આવી રહી છે. પોલીસે હુમલાખોરના પેટમાં ગોળી મારીને તેની ધરપકડ કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાની નિંદા કરી છે. હુમલા વિશે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે કહ્યું છે કે, અમે ISISનો ખાતમો કરીશું.
અમેરિકામાં ન્યૂયોર્કના લોઅર મેનહટનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે એક ડ્રાઈવરે ફૂટપાથ અને સાઈકલ લેન પર ટ્રક ચડાવી દીધી છે. આ ઘટનામાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ છે.
ન્યૂયોર્ક પોલીસે ટ્રક ચાલક 29 વર્ષના સૈફુલો સાઈપોવને ઝડપી લીધો છે. નિર્દોષ લોકોને કચડી નાખ્યા પછી સૈફુલો ટ્રક પાસે એક પત્ર મુકી ગયો હતો. જેમાં તેણે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરી છે. આથી તે આઈએસ સાથે સંકળાયેલો હોવાનું મનાય છે. આટલું જ નહીં નજરે જોનારાઓએ જણાવ્યું છે કે તેમણે હુમલાખોરને ટ્રક હંકારતી વખતે અલ્લાહો અકબર જોરજોરથી બોલતાં સાંભળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -