તાઇવાનમાં ભૂકંપ, જોતજોતામાં 10 માળની હૉટલ નમી ગઇ, 100થી વધુ ઘાયલ
ભૂકંપ બાદ ઇમારતમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, છેલ્લા કેટલાય દિવસોથી આ દેશમાં ભૂકંપના ઝટકા આવી રહ્યાં છે. રવિવારે આ દેશમાં માત્ર બે કલાકની અંદર પાંચ ઝટકા અનુભવાયા હતા.
તાઇવાનના સ્થાનિક મીડિયા અનુસાર, બીજી એક હૉટલને પણ નુકશાન પહોંચ્યું છે. ઘાયલોને બચાવવાનું કામ ચાલું છે.
મીડિયા એજન્સીના જણાવ્યા મુજબ, તેના ભંગારમાં 30 લોકો ફસાયેલા છે. ભૂકંપમાં બે લોકો માર્યા ગયા છે અને 144 લોકો ઘાયલ થયા હતા. જાનહાનિની સંખ્યા વધારી શકે છે, ડઝનેક ઘરોના પતનની સમાચાર છે સ્થાનિક સમય મુજબ 11:50 કલાકે ભૂકંપ આવ્યો હતો.
સમાચાર એજન્સી અનુસાર, મંગળવારે રાત્રે તાઇવાનના પૂર્વ ભાગમાં ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 6.4 રિકટર સ્કેલની માપવામાં આવી છે. હુઆલીનની માર્શલ હોટેલની 10 માળની ઇમારત ભૂકંપથી માં પડી ભાંગી અને બાકીની ફ્લોરિંગ અટકી હતી.
આ ભૂકંપ મંગળવારે મોડી રાત્રે આવ્યો, સ્થાનિક સમયાનુસાર રાત્રે 11 વાગે 50 મિનીટે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. યુએસ જિઓલૉજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાઇવાનના સમુદ્ર કિનારાના શહેર હુઆલીનથી 20 કીમી પૂર્વોત્તરમાં હતું.
હુઆલીનઃ તાઇવાનમાં મંગળારે અડધી રાત્રે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા, આ ભૂકંપમાં અનેક ઇમારતો ધરાશાયી થવાની આશંકા છે. માહિતી પ્રમાણે ભૂકંપની તીવ્રતા 6.4 મેગ્નીટ્યૂડ હતી. આમાં તાઇવાનની એક 10 માળની હૉટલ પણ નમી પડી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -