11 વર્ષની છોકરીએ બાળકને આપ્યો જન્મ, પોલીસ તપાસમાં સામે આવી આ હકીકત
મેડ્રિડઃ સ્પેનમાં એક 11 વર્ષીય છોકરીએ બાળકને જન્મ આપ્યાનો મામલો સામે આવ્યો છે. બાળકીએ પેટમાં દર્દની ફરિયાદ કરી હતી. જે બાદ પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પેટમાં ગર્ભ હોવાનું સામે આવ્યું હતું અને તેને બાળકને જન્મ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ કરી તો ચોંકાવનારું તથ્ય સામે આવ્યું. જેમાં ખબર પડી કે બાળકી તેના 14 વર્ષીય ભાઈથી ગર્ભવતી થઈ હતી.
ડેઇલી મેલના રિપોર્ટ મુજબ છોકરી અને બાળક બંને સ્વસ્થ છે. બાળકી અને તેના પેરેન્ટ્સનું કહેવું છે કે તેમને પ્રેગનન્સી અંગે કોઈ જાણકારી નહોતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી કિશોર પર કોઇ કેસ નહીં ચાલે, જેનું કારણ છે કે જ્યારે બાળકી ગર્ભવતી થઈ હતી ત્યારે કિશોરની ઉંમર 13 વર્ષ હતી. સ્પેનના કાયદા મુજબ આટલી ઉંમરના બાળક પર કોઇ ગુનાહિત કેસ ચલાવી શકાતો નથી.
બાળકના પિતા કોણ છે તે નક્કી કરવા માટે ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -