ફરી આઝાદ થશે મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ, પાકિસ્તાની કોર્ટનો આદેશ
દરમિયાન ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન કેવી રીતે આંતકવાદી મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સમુદાયની આંખમાં ધૂળ નાખી રહ્યું છે તે આ નિર્ણય પરથી જણાઈ આવે છે. આટલું જ નહીં આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના બેવડા વલણનો પણ તેના પરથી પર્દાફાશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાફિઝ સઈદને મુક્ત કરવાનો આદેશ જારી થતાં જ કોર્ટની અંદર જ મીઠાઈઓ વહેંચાઈ હતી. બીજીબાજુ અમેરિકાએ જણાવ્યું હતું કે હાફિઝ સઈદનો હજુ પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સમાવેશ થાય છે.
મુક્તિની જાણ થતાં જ હાફિઝ સઈદે તેની કારમાં જ આ અંગે નાપાક હરખ પ્રગટ કર્યો હતો અને કાશ્મીરની સ્વતંત્રતાનો રાગ છેડ્યો હતો. તેણે કહ્યું હતું કે મારી મુક્તિ સત્યનો વિજય છે અને ભારત માટે આંચકો છે. આતંકવાદી સંગઠન લશ્કરે તોઈબાનો વડો હાફિઝ સઈદ 31 જાન્યુઆરી પછી નજર કેદમાંથી પ્રથમવાર બહાર આવશે. તે 10 મહિના સુધી તેના ઘરમાં જ નજરકેદ હતો. પંજાબ સરકારે તેની નજરકેદમાં ત્રણ મહિનાનો વધારો કરવાની દાદ માગી હતી પરંતુ કોર્ટે આ રજૂઆત ફગાવી દીધી હતી.
26/11માં થયેલા આતંકી હુમલામાં 166 મુંબઈગરાઓના મોત નિપજ્યા હતાં. સઈદની હવે અન્ય કોઈ કેસમાં ધરપકડ ન કરાય તો તે થોડીવાર પછી જ રસ્તાઓ પર નિર્ભય બનીને ફરતો દેખાશે અને ભારત વિરુદ્ધ ઉગ્ર વાણીવિલાસ કરશે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની એક કોર્ટે મુંબઈ પર થયેલ 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઇદને વધારે સમય માટે નજરકેદમાં રાખવાની ના પાડી દીધી છે. હાફિઝ સઈદને 6 ડિસેમ્બર બાદ નજરેકદમાંથી મુક્ત કરવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પાકિસ્તાન સરાકર તેની વિરૂદ્ધ કોઈ પૂરાવા આપવામાં નિષ્ફળ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -