આજે પ્રિન્સ હેરી અને મેગન માર્કલના Royal wedding, શાહી પરીવારની આવી છે તસવીરો
પ્રિન્સ હેરી અને મેગનનાં લગ્ન પ્રસંગે મુંબઈના ડબાવાળા પણ એક સ્પેશિયલ ગિફ્ટ આપવાની તૈયારી કરી છે. 5 હજાર ડબાવાળા શાહી યુગલને મહારાષ્ટ્રીયન ગિફ્ટ આપવાના છે. તેઓ મીઠાઇ પણ વહેંચશે. પ્રિન્સ હેરીના પિતા પ્રિન્સ ચાર્લ્સે તેમનાં લગ્નમાં ડબાવાળાઓને પણ બોલાવ્યા હતા.
બીજી તરફ પ્રિન્સ વિલિયમ નાના ભાઈ પ્રિન્સ હેરીના બેસ્ટ ફ્રેન્ડની ભૂમિકામાં રહેશે. લગ્નમાં 1 હજારથી વધુ મહેમાનો હાજરી આપે તેવી શક્યતાં છે. દુનિયાભરના 40 રાજાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. ચર્ચની અંદર મુખ્યત્વે 10 જ રાજાઓ રહેશે, જેમાં એલિઝાબેથના ફાધર હેનરી આઠમાં અને જ્યોર્જ છઠ્ઠા પણ હશે.
બીજી તરફ વિન્ડસરમાં ઉત્સવનો માહોલ જામ્યો છે. સશસ્ત્ર દળોની ઘોડેસવાર ટુકડીએ શુક્રવારે ફુલ ડ્રેસ પરેડ રિહર્સલ કર્યું હતું, જે નિહાળવા ભીડ જામી હતી. ઠેર-ઠેર શાહી પરિવારની ચાહક મહિલાઓ યુનિયન ફ્લેગ ઓઢીને અને માથે ક્રાઉન સાથે ફોટા પડાવતી પણ જોવા મળી તો વિન્ડસરની ગિફ્ટ શોપ્સમાં શાહી લગ્નની યાદગીરીરૂપ વસ્તુઓનું પણ ધૂમ વેચાણ થઇ રહ્યું છે.
બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ અને અમેરિકન એક્ટ્રેસ મેગન માર્કલ શનિવારે વિન્ડસર કેસલ ખાતે પરિવારજનો અને પસંદગીના આમંત્રિતોની ઉપસ્થિતિમાં લગ્નગ્રંથિથી જોડાશે. આ પ્રસંગે અમૃતસરના આર્ટિસ્ટ જગજોત સિંઘ રુબલે શાહી યુગલનું સુંદર પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. જગજોત આ પેઇન્ટિંગ પ્રિન્સ ચાર્લ્સ અને મેગનને વૅડિંગ ગિફ્ટ તરીકે મોકલવા ઇચ્છે છે.
શાહી લગ્ન માટે મુંબઈના એક પરિવારને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. 38 વર્ષની બિયંકા લૌજદો, એલન માટે આ કોઇ સપનું સાકાર થવા બરાબર છે. બંને 10 વર્ષના પુત્ર સાથે લંડન પહોંચી ગયાં છે. 1981માં એલન 2 વર્ષના હતા ત્યારે પિતાને પ્રિન્સ ચાર્લ્સ અને ડાયેનાનાં લગ્નમાં હાજર રહેવાની તક મળી હતી.
લંડન: બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હેરી અને મેગન માર્કલનાં લગ્ન આજે (શનિવાર) યોજાશે. શાહી પરિવાર દ્વારા જણાવ્યા પ્રમાણે આ શાહી લગ્નમાં મેગનના પિતા થોમસ માર્કલ હાર્ટ સર્જરીના કારણે હાજર નહીં રહી શકે. તેથી હેરીના પિતા પ્રિન્સ ચાર્લ્સ મેગનના પિતા તરીકેની તમામ વિધિઓ કરાવશે.