Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન, અમુક પ્રવાસીઓની ‘જાનવર’ સાથે કરી તુલના
ટ્રમ્પે કહ્યું કે, કેલિફોર્નિયાના કાયદા ગેરકાયદેસર પ્રવાસીઓ, ડ્રગ માફિયા અને હિંસક લૂંટારુઓના સમુદાયોને છોડી દેવા મજબૂર કરે છે. લોકોને કાનૂની રીતે યોગ્યતાના આધારે અમેરિકામાં પ્રવેશ આપવામાં આવે તેમ અમે ઈચ્છીએ છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રમ્પે કહ્યું, અમે આવા લોકોને એક સ્તર સુધી દેશની બહાર લઇ જઈ રહ્યા છીએ. આપણા દેશના નબળા કાયદાના કારણે તેઓ ઝડપથી દેશમાં ઘૂસી રહ્યા છે. આપણે તેમને પકડીને છોડી મૂકીએ છીએ, પરંતુ થોડા જ સમયમાં તેઓ પાછા આવી જાય છે. આ મૂર્ખતા છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કેલિફોર્નિયા સેન્ચુરી સ્ટેટ રાઉન્ડટેબલ દરમિયાન કહ્યું, આપણા દેશમાં લોકો આવી રહ્યા છે અને આવવાની કોશિશ કરી રહ્યા છે. અમે તેમાંથી ઘણા લોકો પર રોક લગાવી છે. તમે વિશ્વાસ નહીં કરો કે આ લોકો કેટલા ખરાબ છે, તેઓ માનવી નહીં પણ જાનવર છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક બિનકાયદેસર પ્રવાસીઓની તુલના આજે જાનવર સાથે કરી હતી. તેમણે અમેરિકાના પ્રવાસી કાયદાઓને બેકાર ગણાવીને આલોચના કરી અને કહ્યું કે માત્ર યોગ્યતાના આધારે જ લોકોને શરણ આપવું જોઈએ. મેક્સિકો અને કેલિફોર્નિયાના અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરીને ટ્રમ્પે નબળા પ્રવાસી કાયદાઓને મજબૂત કરવાની હાકલ કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -