ક્યૂબા: હવાના એરપોર્ટ નજીક પ્લેન ક્રેશ, 110 મુસાફરોના મોતની આશંકા
આ પ્લેન ક્યુબાના દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. આ કંપની દ્વારા તાજેતરના દિવસોમાં જ ઘણા પ્લેનોને ટેકનિકલ ખામીઓને પગલે સેવામાંથી પાછા ખેંચી લીધા હતા.
પ્લેન એક ખેતરમાં પડ્યું અને તેમાં આગ લાગ ગઈ. ફાયર ફાઈટરોએ આગ ઓલવવા ભરપૂર પ્રયાસ કર્યો, પણ ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ગયું હતું. ક્યૂબના રાષ્ટ્ર પ્રમુખ મિગુઅલ ડીઆઝ-કેનલ અને સરકારી અધિકારીઓ મોટાપ્રમાણમાં મેડિકલ કર્મચારીઓ અને એમ્બુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તેઓએ કેટલાક લોકોને બચાવી લીધા હતા, જેમને એમ્બુલન્સમાં લઈ જવામાં આવ્યા છે.
પ્લેન ક્રેશ થવાનું કારણ હાલ જાણી નથી શકાયું,.ક્યૂબા સરકારની ન્યૂઝ ચેનલ અને વેબસાઈટે જણાવ્યું કે, પ્લેન હોલગુઈન જઈ રહ્યું હતું અને હવાના એરપોર્ટ અને નજીકમાં આવેલા સેન્ટિંગો ડી લાસ વેગાસ શહેરની વચ્ચે ક્રેશ થઈ ગયું.
હવાના: ક્યૂબાની રાજધાની હવાનામાં ક્યૂબાના એરલાઈન્સનું બોઈંગ વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. વિમાનમાં 110 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોના આ દુર્ઘટનમાં મોત થયા હોવાની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જોસ માર્તી એરપોર્ટથી ઉડાન ભરતાની થોડા સમય બાદ નજીકના ખેતરમાં પ્લેન ક્રેશ થયું.