માઇક્રોસોફ્ટના સહ સ્થાપક પોલ એલનનું નિધન, કેન્સરની બીમારીથી પીડાતા હતા
એલનનાં નિધન પર માઇક્રોસોફ્ટનાં હાલનાં CEO સત્યા નડેલાએ કહ્યું કે, એલને માઇક્રોસોફ્ટ અને ટેક્નોલોજી ક્ષેત્રે મોટુ યોગદાન આપ્યુ છે. નડેલાએ તેમ પણ ઉમેર્યુ કે, તેમણે એલન પાસેથી ઘણુ શીખ્યુ છે તે હમેશાં એક પ્રેરણામૂર્તિ રહ્યાં છે. માઇક્રોસોફ્ટનાં સહ સંસ્થાપકનાં રૂપમાં, પોતાનાં શાંત અને હમેશા કાર્યરત રૂપમાં, તેમણે એક જાદુઇ ઉત્પાદ, અનુભવ અને સંસ્થાન બનાવ્યું હતું. આમ કરવા દરમિયાન તેમણે દુનિયાને બદલી નાખી હતી.
પોલ એલન અને બિલ ગેટ્સનો તરુણ અવસ્થાની ફાઈલ તસવીર.
વોશિંગ્ટનઃ જાણીતી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર પોલ એલનનું 65 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. તે કેન્સરથી પીડિત હતાં. તેમણે તેના મિત્ર બિલ ગેટ્સ સાથે મળીને માઇક્રોસોફ્ટનો પાયો નાંખ્યો હતો. વર્ષ 20109માં તેઓ 12.7 બિલિયન ડોલરની વ્યક્તિગત સંપત્તિ સાથે દુનિયાના ધનાઢ્ય વ્યક્તિની યાદીમાં સામેલ થયા હતા. તેઓ બિઝનેસની સાથે સ્પોર્ટ્સમાં પણ ઘણા સક્રિય રહેતા હતા. ફોર્બ્સના જણાવ્યા મુજબ તેમની કુલ સંપત્તિ 20.30 બિલિયન ડોલર હતી.
એલન અને ગેટ્સે 1975માં માઇક્રોસોફ્ટ કોર્પની સ્થાપના કરી હતી. તેમના માટે 80નો દાયકો ઘણો મહત્વનો હતો. જેમાં એલને માઇક્રોસોફ્ટ માટે સિએટલ કમ્પ્યૂટર પ્રોડક્ટ્સમાં કાર્યરત ટિમ પેટર્સનની ક્વિક એન્ડ ડર્ટી ઓપરેટિંગ સિસ્ટમ (ક્યૂડોસ)ને ખરીદવાનો સોદો કર્યો હતો.
1983માં તેઓ બીમારીમાં સપડાયા અને કેન્સરની સારવાર પણ કરાવી હતી. એલને મોઇક્રોસોફ્ટના બોર્ડમાંથી તેમના પદ પરથી નવેમ્બર 2000માં સત્તાવાર રાજીનામું પણ આપી દીધું છે. તેમને વરિષ્ઠ રણનીતિ સલાહકાર તરીકે કંપનીના લોકો સાથે ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું હતું.