ડોનાલ્ડ ટ્રંપની જીત સાથે જ માઈક પેન્સ બનશે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ
રિપલ્બિક પાર્ટી તરફથી પેન્સને આ વખતની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. માઈક પેન્સ 2001થી 2013 સુધી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સભ્ય રહ્યા છે. 2006માં તે સંસદમાં તે અલ્પસંખ્યકના નેતા બનાવવામાં આવ્યા. હાઉસ રિપબ્લિકન કોન્ફર્સ અને રિપબ્લિકન સ્ટડી કમિટીના ચેરમેન પણ રહ્યા. 2012માં માઈક પેન્સ ઇન્ડિયાના 50માં ગવર્નર બન્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાઈક પેન્સ ઇન્ડિયાનાના કોલંબસના રહેવાસી છે. તેના પત્ની માઈક કારેન પેન્સ પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક રહી ચૂકી છે. બન્નેના લગ્ન 1985માં થયા હતા અને તેને ત્રણ સંતાનો છે. માઈક હનોવર કોલેજમાંથી ઈતિહાસમાં સ્નાતક છે. ત્યાર બાદ તેણે ઇન્ડિયાના યૂનિવર્સિટીથી લો સ્કૂલમાંથી કાયદાનો અભ્યાસ કર્યો.
વોશિંગ્ટનઃ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ટ ટ્રંપે હિલેરી ક્લિન્ટનને હરાવીને અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ત્યારે એ પણ જાણવું જરૂરી છે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કોણ હશે. આ ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે ડેમોક્રેટિકે ટિમ કેનને મેદાનમાં ઉતાર્યા હતો તો રિપલ્બિકન પાર્ટીના ઉમેદવાર તરીકે માઈક પેન્સનું નામ હતું. આમ ડોનાલ્ડ ટ્રંપની જીત સાથે જ માઈક પેન્સ અમેરિકાના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -