મિસ ફ્રાન્સ બની મિસ યુનિવર્સ, આવો છે તેનો અંદાજ
આ અગાઉ 1994માં સુષ્મિતા સેન ભારતની પ્રથમ મિસ યુનિવર્સ બની હતી. 22 વર્ષીય રોશ્મિતા મૂળ બેંગ્લોરની રહેવાસી છે. તેણી પાંચ ભાષા બોલી શકે છે. રોશ્મિતા ઈન્ટરનેશનલ બિઝનેસમાં માસ્ટર્સ કરી રહી છે. રોશ્મિતાને વાંચવાનો, ડાન્સનો, ગાર્ડનિંગનો તથા ફુરસદના સમયમાં સ્વિમિંગ કરવાનો શોખ છે.
આ અગાઉ ફ્રાન્સની કોઇ સુંદરીએ વર્ષ 1953માં આ ખિતાબ મેળવ્યો હતો. ઇરિસ ડેન્ટિસ્ટનો અભ્યાસ કરી રહી છે. જીત પર ખુશી વ્યક્ત કરતા, જો તેણી ખિતાબ જીતશે તો દાંતોની સ્વચ્છતા અને મોઢાના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરશે. ભારત તરફથી રોશ્મિતા હરિમૂર્તિએ ભાગ લીધો હતો.
મનિલાઃ 23 વર્ષીય મિસ ફ્રાન્સ ઈરિસ મિતેનારેને 65મી મિસ યુનિવર્સ જાહેર કરવામાં આવી છે. ગઇકાલે ફિલિપિન્સમાં મિસ યુનિવર્સનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતની રોશ્મિતા હરિમૂર્તિ ટોપ 13માં પણ સ્થાન મેળવવામાં અસફળ રહી હતી.
ડેઇલી મેલના અહેવાલ અનુસાર, પૂર્વ મિસ યુનિવર્સ પિયા વુચસબાખે ઇરિસને મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો હતો. 63 વર્ષ બાદદ ફ્રાન્સની કોઇ સુંદરીએ મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો. આ પ્રેઝન્ટમાં પ્રથમ રનર્સઅપ મિસ હૈતી અને બીજી રનર્સઅપ મિસ કોલંબિયા રહી હતી.