PM મોદીએ માલદીવના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું બેટ,, જાણો ક્યા ગુજરાતી ક્રિકેટરના છે હસ્તાક્ષર?
વડાપ્રધાને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કનેક્ટેડ બાય ક્રિકેટ, મારા મિત્ર રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ ક્રિકેટના મોટા ફેન છે એટલા માટે મેં તેમને આ ક્રિકેટ બેટ ભેટમાં આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સાલેહ સાથે મુલાકાત કરી હતી અને ક્રિકેટ બેટ ભેટમાં આપ્યું હતું. આ ક્રિકેટ બેટ પર ક્રિકેટ વર્લ્ડ કપ રમી રહેલા ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓના હસ્તાક્ષર છે જેમાં ગુજરાતી ક્રિકેટર્સ રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહનો પણ સમાવેશ થાય છે. આ બેટ પર કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, બુમરાહ, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, યુઝર્વેન્દ્ર ચહલ, મોહમ્મદ શમીના હસ્તાક્ષર છે.
નવી દિલ્હીઃ ફરીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ પર માલદીવ પહોંચ્યા છે. માલે એરપોર્ટ પર વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીને માલદીવ દ્ધારા પોતાનો સર્વોચ્ચ સન્માન રૂલ ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કરાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -