ઇમરાન ખાન માટે ખાસ ભેટ લઈને પાકિસ્તાન પહોંચ્યા નવજોત સિંહ સિદ્ધુ, કાલે યાજાશે શપથ ગ્રહણ સામરોહ
સિદ્ધુએ પાકિસ્તાનના લોકતંત્રમાં ચૂંટણી બાદ આવેલા બદલાવનું સ્વાગત કરતા કહ્યું કે, ઈમરાન ખાને બન્ને દેશો વચ્ચે શાંતિ માટેની પહેલ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, ભારતના સદભાવના દૂત તરીકે પ્રેમ અને શાંતિનો સંદેશો લઈને પાકિસ્તાન આવ્યો છું. તેમણે કહ્યું, આ રાજનેતા તરીકે નહીં પણ એક મિત્ર તરીકે આવ્યો છું, હું અહીં મારા મિત્રની ખુશીમાં સામેલ થવા આવ્યો છું,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇમરાન ખાન માટે ભેટ આપવા માટે શું લાવ્યા છે તે સવાલ પર સિદ્ધુએ કહ્યું, હું ખાન સાહેબ માટે કાશ્મીરી શાલ લાવ્યો છું. આ પહેલા પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર અને કપિલ દેવને પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેઓએ અંગત કારણ દર્શાવી આમંત્રણ સ્વીકાર્યું નહોતું.
સિદ્ધુએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન વાજપેયી પણ બન્ને દેશો વચ્ચે શાંતિની વાત કરતા હતા. તેઓએ કહ્યું હતું કે ‘જો પાડોસીના ઘરે આગ લાગી હોય તો આપણા પર પણ આંચ આવશે.’
લાહોર: એકબાજુ આખો દેશ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનથી શોકમાં ડૂબેલો છે જ્યારે બીજી તરફ ક્રિકેટરથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુ ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પાકિસ્તાન પહોંચ્યા છે. નવજોત સિદ્ધુ વાઘા બોર્ડરથી લાહોર પહોંચ્યા છે ત્યાથી તેઓ ઈસ્લામાબાદ જશે. શનિવારે ઇસ્લામાંબાદમાં શપથ ગ્રહણ સમારોહ યાજાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -