Pak મીડિયાનો ધડાકોઃ લાદેન નવાઝવચ્ચે હતા અંગત સંબંધો, નવાઝને આપતો અઢળક રૂપિયા
જસ્ટીસ જાવેદ ઇકબાલના રિપોર્ટના કેટલાક ભાગ સામે આવી ચુકયા છે જેમાં પાકિસ્તાનના અનેક મોટા નામો ઉપર આંગળી ઉઠી રહી છે તો વડાપ્રધાન નવાઝ શરીફના લાદેન સાથેના સંબંધોને લઇને પણ દાવા થઇ રહ્યા છે. એવુ કહેવાય છે કે, લાદેન તરફથી નવાઝને અબજો રૂપિયા મળ્યા. હવે સવાલ એ છે કે શું લાદેન પાકિસ્તાનમાં રહેવા માટે ત્યાંના મોટા લોકોને પૈસા આપતો હતો? આ સનસનીખેજ દાવો ધ ફ્રન્ટીયર પોસ્ટના સંપાદક આફ્રીદીએ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજસ્ટીસ જાવેદ ઇકબાલે પોતાનો રિપોર્ટ જાન્યુઆરી ર૦૧૩માં સરકારને સોંપ્યો હતો પરંતુ સરકારે હજુ સુધી તેને જાહેર કર્યો નથી. જાવેદ ઇકબાલે રિપોર્ટ જાહેર કરવા માંગણી કરી છે. સવાલ એ છે કે સરકાર શા માટે રિપોર્ટ છુપાવી રહી છે?
રજી મે ર૦૧૧ના રોજ વિશ્વના સૌથી ખુંખાર આતંકી લાદેનનો અંત આવ્યો હતો. તેનો અંત આવી ગયો છતાં તેનુ જીન આજે પણ અમુક લોકોને ભરડામાં લઇ રહ્યુ છે. હવે જે ખુલાસો થયો છે તે પાકિસ્તાન માટે નવી મુસિબત ઉભી કરી શકે છે. લાદેનના મોત બાદ પાકિસ્તાન સરકારે એક તપાસ પંચ નિમ્યુ હતુ. જેને એબ્ટાબાદ પંચ કહેવાય છે. આ પંચે તપાસ કરવાની હતી કે લાદેન કિસ્તાનમાં આટલા દિવસ કઇ રીતે રહ્યો? અમેરિકન સૈનિકો કઇ રીતે પાકિસ્તાન વગર દાખલ થયા? લાદેનને મારીને ચાલ્યા પણ ગયા અને પાકિસ્તાનને ખબર પણ ન પડી. આ પંચના અધ્યક્ષ હતા જસ્ટીસ જાવેદ ઇકબાલ.
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ખુંખાર ત્રાસવાદી ઓસામા બીન લાદેનના પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે અંગત સંબંધો હોવાનો ખુલાસો થતા પાકિસ્તાન માટે નવી મુસિબત ઉભી કરી શકે છે. ખુલાસો થયો છે કે, લાદેન તરફથી નવાઝ શરીફને અબજો રૂપિયા મળતા હતા.
તેઓ જણાવે છે કે, નવાઝ અને લાદેનના સંબંધો એટલા નજીક હતા કે બંને મળતા એટલુ જ નહી, લાદેન નવાઝને અબજો રૂપિયા પણ આપતો. તેમના દાવાને મજબુતી એટલા માટે મળે છે કે સરકાર રિપોર્ટ જાહેર કરતી નથી. પાકિસ્તાન સરકારની મદદથી લાદેન ૯ વર્ષ છુપાયો હતો. એવો દાવો છે કે લાદેન નવાઝ વચ્ચે ૯૦ના દાયકાથી સંબંધો હતા. બંને વારંવાર મળતા પણ ખરા. આવી જ એક મુલાકાતમાં સંપાદક રહમત શાહ આફ્રીદી પણ હાજર રહ્યા હતા. નવાઝ અને લાદેનના સંબંધોનો દાવો આ અખબારે જ નથી કર્યો પરંતુ પાકિસ્તાનના અનેક લોકોએ કર્યો છે. આઇએસઆઇએસના ઓફિસર ખાલીદ ખ્વાજાની પત્નિ સમામા ખાલીદે પણ પોતાના પુસ્તકમાં બંનેના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -