PHOTOS: દિવાળી પર અહીં થાય છે ‘કૂતરાઓની પૂજા’, જાણો શું છે કારણ
નેપાળના લોકોનું માનીએ તો વ્યક્તિ અને કૂતરાની વચ્ચે પ્રેમનું વર્ણન મહાભારતમાં પણ છે. ઇન્દ્રએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે, તે પોતાના કૂતરાને સાથે લઈને સ્વર્ગ ન જઈ શકે પરંતુ પોતાના કુકુર પ્રત્યે પ્રેમને કારણે યુધિષ્ઠિરે આમ કરવાની ના પાડી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દિવસે કૂતરાને ટીકો કરવામાં આવે છે અને કહેવાય છે કે, કૂતરા ભૈરવના દૂત હોય છે. અહીંના લોકોનું માનવું છે કે, કૂતરાની પૂજાથી ભૈરવ ખુશ થાય છે.
સામાન્ય લોકોની સાથે સાથે સેનાના જવાન પણ નેપાળમાં કુકુર તિહારના અવસર પર ઉત્સાહ સાથે કૂતરાઓની પૂજા કરે છે.
હિન્દૂ પરંપરામાં કહેવાય છે કે, કૂતરા યમના દૂત છે અને મૃતકોના ન્યાયાધીશ છે, નેપાળમાં કુકુર તિહારને લઈને અનેક માન્યતાઓ છે.
કુકુર તિહારના દિવસે કૂતરાને સજાવવામાં આવે છે, ફૂલોની માળા પહેરાવવામાં આવે છે અને બાદમાં તેમને તેમનું મનપસંદ ભોજન ખવડાવવામાં આવે છે.
નેપાળમાં દિવાળીનો પર્વ 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. નાની દિવાળીના દિવસે નેપાળમાં કુકુર તિહાર ઉજવવામાં આવે છે. જેમાં કૂતરાની પૂજા કરવામાં આવે છે.
નેપાળ અને ભારતના ઘણાં ભાગમાં દિવાળને તિહાર કરે છે અને નેપાળમાં કુકુર તિહારના નામથી મનાવવામાં આવતા આ તહેવારમાં કૂતરાની પૂજા કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ દિવાળીનો તહેવાર ભારત સહિત વિશ્વભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ અવસર પર લોકો સુખ-સંપદા માટે માં લક્ષ્મીની આરાધના કરે છે. પરંતુ આપણા પાડોશી દેશમાં દિવાળીના અવસર પર કૂતરાની પૂજા કરવામાં આવે છે, આ પૂજાને કુકુર તિહારના નામથી ઓળખવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -