પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ આરિફ અલ્વીના પિતા હતા નેહરુના ડેન્ટિસ્ટ, જાણો વિગત
મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા આરિફ અલ્વી ખુદ પણ ડેન્ટિસ્ટ રહી ચુક્યા છે. નેશનલ એસેમ્બલી અને સીનેટના કુલ 430 વોટમાંથી આરિફને 212 (49.3%) વોટ મળ્યા હતા. તેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ઉમેદવાર એતઝાજ અહસાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના મૌલાના ફલજુર રહમાનને હરાવ્યા છે. રહમાનને 131 અને એતઝાજને 81 વોટ મળ્યા હતા. જ્યારે 6 વોટ રદ થયા હતા. આરિફ અલ્વી 9 સપ્ટેમ્બરના રોજ શપથ લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાહોરઃ પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનના 13માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા આરિફ અલ્વીનો ભારત સાથે અનોખો સંબંધ છે. આ જાણકારી તેમની પાર્ટીની વેબસાઇટ પર છે. જે મુજબ તેમના પિતા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ડેન્ટિસ્ટ હતા. અલ્વી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની નજીક માનવામાં આવે છે. આરિફ પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (પીટીઆઈ) પાર્ટીના સંસ્થાપક સભ્યોમાં સામેલ છે.
ઈમરાન ખાને અલ્વીને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેની અને અલ્વીની યુવાનીના દિવસોની તસવીર પોસ્ટ કરીને લખ્યુ કે, જ્યારે આપણી દુનિયા યુવાન હતી. જે બાદ તેમણે લખ્યું કે, અલ્વીની રાષ્ટ્રપતિ તરીકે પસંદ થવા બદલ અભિનંદન.
- - - - - - - - - Advertisement - - - - - - - - -