કૉંગોના ડૉ. ડેનિસ મુકવેગે અને ઇરાકની નાદિયા મુરાદને 2018નો શાંતિનો નોબલ પુરસ્કાર
ઓસ્લો: 2018નો નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ડેનિસ મુકવેગે અને નાદિયા મુરાદને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ બન્નેને યૌન હિંસાને યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ કરવા પર રોક લગાવવાના પ્રયાસ માટે અને યૌન હિંસા વિરુદ્ધ મહત્વનું યોગદાન તથા મહિલા અધિકારીઓ માટે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.
જ્યારે 25 વર્ષીય ઇરાકી મહિલા નાદિયા મુરાદે યજીદી સમુદાયમાંથી આવે છે. નાદિયા મુરાદને 2014માં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ અપહરણ કરી લીધી હતી. અને ત્યાંથી ભાગે તે પહેલા ત્રણ મહીના સુધી સેક્સ ગુલામ તરીકે રાખવામાં આવી હતી. નાદિયાએ પોતાની અને અન્યો સાથે થયેલા દુર્વ્યવહાર વિશે લોકોને જાણ કરી છે. પોતાની સાથે થયેલા અત્યાચારોનું વર્ણન કરવા અને અન્ય પીડિતો તરફથી બોલવા માટે તેણે અસાધારણ હિંમત દર્શાવી છે.
63 વર્ષીય ડૉ. ડેનિસ મુકવેગેએ તેમની આખી જિંદગી યુદ્ધ સમયના યૌન હિંસાના શિકાર બનેલા પીડિતોના બચાવ માટે ખર્ચી નાખી, તેને યુદ્ધગ્રસ્ત પૂર્વ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં જાતીય હિંસાનો શિકાર થયેલા પીડિતોને મદદ કરવા માટે બે દાયક સુધી કામ કરવાની માન્યતા મળી હતી.
ઉલ્લેખનીય છે કે ઓસ્લોમાં ઘોષિત કરવામાં આવતા નોબેલ શાંતિ પુરસ્કાર માટે કુલ 331 લોકો અને સંગઠનોના નામ સ્પર્ધામાં હતા. જેમાંથી વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે.