ભારતીય મૂળના નિક્કી હેલી બની શકે છે USAના ભાવી વિદેશપ્રધાન
જ્યારે ટ્રમ્પના સત્તા હસ્તાંતરણ દળ દ્વારા આ અંગે કોઈ વિશેષ જાણકારી આપવાની ના પાડી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નવા ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પે ખુદ આ બાબતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કેબિનેટ અન્ય નિયુક્તિ માટેની અંતિમ સૂચી એકલા તેમની પાસે જ છે. તો બીજીબાજુ દ.કેરોલિનામાં આ અહેવાલના જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો આ નિર્ણય લેવાય તેવી ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. જોકે એક રાજનૈતિક વિશ્લેષકે જણાવ્યું હતું ‘વિદેશપ્રધાનનું પદ નિક્કીની વિશેષજ્ઞતા ક્ષેત્રની બહારનું છે. આ માટે તેમણે પહેલા વિદેશ નીતિ, વ્યાપાર અને સંરક્ષણવાદ અંગે અનુભવ મેળવવો પડે તેમ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિક્કી હેલીએ પ્રાઇમરી દરમિયાન ફ્લોરિડાના સીનેટર માર્કો રબિયોને સમર્થન આપ્યું હતું અને ગત જાન્યુઆરીમાં પ્રમુખ ઓબામાએ કરેલા સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનની રિપબ્લિકન તરફથી પ્રતિક્રિયા આપતા તેમણે ટ્રમ્પની નિંદા કરી હતી. જોકે સામાન્ય ચૂંટણી પહેલા નિક્કી ટ્રમ્પના સમર્થનમાં આગળ આવ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ ટ્રમ્પને જ વોટ આપશે.
ઉલ્લેખનીય છે કે દ. કેરોલિનામાં ટ્રમ્પના નજીકના ગણાતા એક વ્યક્તિએ પહેલા જ જાહેર કર્યુ હતું કે નિક્કીનું નામ વિદેશપ્રધાન સહિત કેબિનેટમાં કોઈ મહત્વના પદ માટે ચર્ચાઈ રહ્યું છે. દ.કેરોલિનાના લે.ગવર્નર હેનરી મેકમાસ્ટરે કહ્યુ કે ટ્રમ્પ આ પ્રકારે અમેરિકન તંત્રમાં નવી વિચારધારા ધરાવતા લોકોને આગળ લઈ આવવા માગે છે. મેકમાસ્ટર પ્રાઇમરી ચૂંટણીઓ દરમિમયાન ટ્રમ્પને સૌ પહેલુ સમર્થન જાહેર કરનાર નેતાઓમાંના એક છે. તેમજ ટ્રમ્પે પણ ખૂદ ચૂંટણી ઝુંબેશ દરમિયાન તેમના કેટલીયવાર વખાણ કર્યા છે.
સત્તા હસ્તાંતરણ દળના પ્રવક્તા સીન સ્પાઇસરે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 44 વર્ષિય નિક્કીનું નામ પણ જાહેર કરતા કહ્યું કે નવા પ્રમુખ અને નિક્કી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. આ ઉપરાંત પ્રમુખ ટ્રમ્પ પૂર્વ વિદેશપ્રધાન હેનરી કિસિંજર, જનરલ જૈક કીન, એડમિરલ માઈ રોજર્સ અને કેન બ્લેકવેલ સહિત કેટલાક લોકો સાતે મુલાકાત કરશે. જેમાંથી કેટલીક મુલાકાત કેબિનેટના સંભાવિત સદસ્યોને પસંદ કરવા અંગે હશે જ્યારે કેટલીક બેઠક દેશના તંત્ર અંગે વિચાર વિમર્શ માટે હશે.
વોશિંગ્ટનઃ હાલમાં જ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે ત્યારે અમેરિકી સરકારમાં મહત્વના એવા વિદેશપ્રધાન પદ માટે ભારતીય મૂળના અમેરિકન નિક્કી હેલીનુ નામ સૌથી આગળ છે. આ દરમિયાન રાષ્ટ્રપતિની સત્તા હસ્તાંતરણ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે બેવાર દ.કેરોલિનાના ગવર્નર તરીકે રહી ચૂકેલા નક્કી હેલી અમેરિકાના નવા પ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પની મુલાકાત કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -