ચીનની ખંધી ચાલઃ બ્રહ્મપુત્રનું વહેણ બદલવા વિશ્વની સૌથી લાંબી ટનલ બનાવશે ચીન, ભારતમાં પડી શકે છે દુકાળ
રિસર્ચર્સનું કહેવું છે કે સુરંગ નવી ટેકનોલોજી, એન્જિનિયરિંગ રીત અને ઈક્વિપમેન્ટ્સના ઉપયોગનું રિહર્સલ હશે. જેના દ્વારા બ્રહ્મપુત્રથી પાણીના વહેણને વાળીને શેનજિયાંગના તકલામાકન સુધી પહોંચાડી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટનલની પ્રપોઝલ તૈયાર કરવા માટે ચીને 100થી વધારે વૈજ્ઞાનિકોની ટીમ બનાવી હતી. તેમણે દેશભરમાં રિસર્ચ કરી આ પ્રપોઝલનો ડ્રાફ્ટ ચાલુ વર્ષે માર્ચમાં સરકારનો સોંપ્યો હતો. ચીનના ટોપ ટનલિંગ એક્સપર્ટ વાંગ મેંગશૂએ આ ટીમનું નેતૃત્વ કર્યું હતું. જે બાદ ઓગસ્ટમાં ચીન સરકારે યુન્નાન પ્રોવિંસની વચ્ચે સુરંગ પર કામ કરવાનું શરૂ કર્યું હતું.
ચીનની સરકાર જો આ ટનલ નિર્માણને મંજૂરી આપી દે છે તો ભારત અને બાંગ્લાદેશ પર તેની વ્યાપક અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ચીની સંશોધક વાંગ વી એ તેનાથી વિપરીત જવાબ આપ્યો છે. તેઓ એવું માને છે કે ભારત અને બાંગ્લાદેશ આ પ્રોજેક્ટનો વિરોધ કરશે. ચીન લિયોનિંગ પ્રોવિંસના વોટર પ્રોજેક્ટ અંતર્ગત 85 કિમી લાંબી દાહૂઓફાંગ સુરંગ બનાવી ચૂક્યું છે. જે તેની અત્યાર સુધીની સૌથી લાંબી સુરંગ છે. પાણી સપ્લાઇ કરતી વિશ્વની 137 કિમીની સૌથી લાંબી સુરંગ ન્યૂયોર્કમાં છે.
ચીન બ્રહ્મપુત્ર નદી પર અનેક ડેમ બનાવી ચૂક્યું છે અને હવે ચીન એવું કામ કરવા જઈ રહ્યું છે જે ભારત માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. ચીન બ્રહ્મપુત્ર નદીના વહેણ બદલવા જઈ રહ્યું છે અને તેના માટે તે 1000 કિલોમીટર લાંબી ટનલ બનાવી રહ્યું છે. આ ટનલ બનવાથી ચીનનો એક વિસ્તાર આબાદ થઈ જશે પરંતુ ભારતના એવા ભાગમાં પાણીની ઘટ પડશે જ્યાં હાલમાં બ્રહ્મપુત્ર નદીથી પાણી પહોંચી રહ્યું છે.
બેઇજિંગઃ કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશ પર ચીનની નજર ઘણાં સમયથી છે. તિબ્બત પર તેણે કેવી રીતે કબ્જો જમાવ્યો છે તે બધા જાણે છે. પાકિસ્તાનને પણ તે મદદ કરી રહ્યું છે અને તેનું OROB (વન રોડ વન બેલ્ટ) પ્રોજેક્ટ પણ ભારત માટે ચિંતાનો વિષય છે. પરંતુ બીજો એક વિષય પણ છે જને લઈને ભારતે પોતાની ચિંતાઓ બેઇજિંગને જણાવી છે. આ મામલો બ્રહ્મપુત્ર નદી સાથે જોડાયેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -