ઉત્તર કોરિયામાં આ અજીબોગરીબ કાયદાના કારણે લોકો નથી જીવી શકતા પોતાની મરજીથી
કિમ જોંગ ઉનના હેર સ્ટાઈલ વિશે પણ નવો કાયદો છે. પુરુષો માટે માત્ર દસ હેર સ્ટાઈલ છે અને મહિલા માટે 18 છે. અહીં પોર્ન જોવા પર પણ પ્રતિબંધ છે. જો કોઈ પોર્ન જોતા પકડાઈ જાય તો તેને કાયદેસર સજા કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તર કોરિયામાં લોકોને હરવા ફરવાની આઝાદી નથી. અહીં લોકો પોતાના ખાનગી વાહન પણ નથી ખરિદી શકતા, જ્યારે સેના સાથે જોડોયેલા અધિકારિઓ પર આ કાયદો લાગુ નથી. અહિં સરકારની સમીક્ષા કરવાની આઝાદી નથી, જો કોઈ આવુ કરે તો તેને સજા આપવામાં આવે છે.
કિમ જોંગે ઉત્તર કોરિયામાં બ્લૂ જીંન્સ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે બ્લૂ જીન્સથી અમેરિકી કલ્ચરને વધારો મળે છે. ઉત્તર કોરિયામાં કોઈ અન્ય દેશના સમાચાર જોવાની અનુમતિ નથી. અહિં રેડિયોની અવાજ પર પણ સરકારનું નિયંત્રણ છે. અહીં રેડિયો સરકાર દ્વારા જ ચલાવવામાં આવે છે. વેસ્ટર્ન મ્યૂઝિક સાંભળવાની પરવાનગી નથી.
અહીં લોકોને બાઈબલ રાખવાની પણ પરવાનગી નથી. ઉત્તર કોરિયામાં પ્રયટકોને મોબાઈલ દેશમાં લાવવા પર પ્રતિબંધ છે. અહીં પ્રવાસીઓના મોબાઈલ એરપોર્ટ પર જ રાખવામાં આવે છે.
નવી દિલ્લી: ઉત્તર કોરિયાએ હાલમાં જ એક લાંબા અંતરની મિસાઇલ માટે ડિઝાઈન કરેલા એક હાઈડ્રોજન બોમનું પરિક્ષણ કર્યું છે. જ્યારે આ પરિક્ષણને લઈને દુનિયાના અનેક દેશોએ ચિંતા વ્યક્ત કરી છે અને અમેરિકાએ કડક આર્થિક પ્રંતિબંધોની સૂચી તૈયાર કરવાની વાત કરી છે. ભારતે પણ આ મામલે નિંદા કરી છે. જો કે, ઉત્તર કોરિયામાં સામાન્ય લોકો માટે પણ અજીબોગરીબ કાનૂન છે. જેમને અહીં લોકોની જિંદગી અઘરી બનાવી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -