ઉત્તર કોરિયાએ મહિનામાં બીજીવાર કર્યું મિસાઇલ પરિક્ષણ, જાપાન થયું સતર્ક
જાપાને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, મિસાઈલ જાપાનના સમુદ્ર કિનારાથી 200 નોટિકલ માઈલ દૂર પડી હતી. અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાની મિસાઈલ ઓછા અંતરની બેલેસ્ટિક સ્કડ મિસાઈલ હતી. મિસાઈલે છ મિનિટમાં 450 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. વર્તમાન વર્ષમાં ઉત્તર કોરિયાની મિસાઈલ બીજીવાર આ રીતે જાપાનના સમુદ્રકાંઠા નજીક ખાબકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ કોરિયાએ પણ સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની તાકીદની બેઠક બોલાવી છે. જાપાનના મુખ્ય કેબિનેટ સચિવે આ અંગે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાનું આ મિસાઈલ પરીક્ષણ ચિંતામાં મુકી દે તેવું છે. સમુદ્રમાં જહાજો અને વિમાનોની દ્રષ્ટિએ જોઈએ તો તેનાથી સંયુક્ત રાષ્ટ્રના નિયમોનો સ્પષ્ટપણે ભંગ થાય છે.
ટોક્યો : ઉત્તર કોરિયાએ શુક્રવારે રાતે વધુ એક બેલેસ્ટિક મિસાઇલનું પરિક્ષણ કર્યું છે. છેલ્લાં ત્રણ અઠવાડિયામાં ઉત્તર કોરિયાએ ત્રીજું અને આ વર્ષમાં બારમું મિસાઈલ પરીક્ષણ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -