કેનેડામાં બહુપત્નિત્વ હોવાને કારણે બે દોષી જાહેર, એકને 25 તો બીજાને હતી 5 પત્નીઓ
કેનેડામાં આ કાયદો 127 વર્ષ પહેલા લાગું કરવામાં આવ્યો હતો. આ બન્ને વ્યક્તિઓ સામે આરોપ નક્કી કરવા માટે છેલ્લા બે દાયકાથી ત્રણ વિશેષ વકીલો નિયુક્ત કરવામાં આવ્યા હતા. બહુપત્નિત્વને પ્રતિબંધિત કરવાનો કાયદો કેનેડાના બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: કેનેડાની એક અદાલતે સોમવારે તેના ઐતિહાસિક નિર્ણયમાં દેશમાં બહુપત્નિત્વની પ્રથા પર પ્રતિબંધને યોગ્યઠરાવતા બે વ્યક્તિઓને બહુપત્નિત્વ હોવાના કારણે દોષી જાહેર કર્યા છે. દોષી જાહેર કરેલા વ્યક્તિઓમાં એકને 25 પત્નીઓ અને 146 બાળકો છે. જયારે બીજાને પાંચ પત્નીઓ છે. વિંસ્ટન બ્લેકમોર અને જેમ્સ મેરિયન ઓલેરને દેશના બહુપત્નિત્વ કાયદા મુજબ દોષી જોહેર કર્યા છે. આ આરોપમાં તેમને પાંચ વર્ષની સજા પણ થઈ શકે છે.
બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સુપ્રિમ કોર્ટના આ નિર્ણયે 2011માં આ આશંકાને સમાપ્ત કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે બહુપત્નિત્વના એક કેસમાં ચુકાદા આપ્યો હતો કે, ધાર્મિક સ્વતંત્ર પર મર્યાદાઓ લાદવી યોગ્ય ઠેરવી હતી. આથી આ કેસે બ્લેકમોર અને ઓલેર સામે આરોપ નક્કિ કરવા માટે રસ્તો સાફ થઈ ગયો છે. બ્રિટિશ કોલંબિયા સુપ્રિમ કોર્ટેની ન્યાયધીશ શેરી એન ડોનેગને ચુકાદામાં કહ્યું કે મુખ્ય પ્રતિવાદી બ્લેકમોરે પોતે બહુપત્નિત્વથી ઈનકાર કર્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -