✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બ્રિટનમાં ગુજરાતી યુવતીની સૂટકેસમાંથી મળી લાશ, પૂર્વ પતિની ધરપકડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jan 2017 02:33 PM (IST)
બ્રિટનમાં ગુજરાતી યુવતીની સૂટકેસમાંથી મળી લાશ, પૂર્વ પતિની ધરપકડ
1

કોલ સેન્ટર નેક્સ્ટના પ્રવક્તાએ કહ્યું કે, 'કિરણ અમારી ટીમની સૌથી સારી એમ્પોલઈ હતી. અમે તેને કાયમ યાદ કરીશું અને પોલીસને તપાસમાં પૂરી મદદ કરીશું.' કિરણના પાડોશી જસબીર કૌરે કહ્યું કે, 'અમે ઘટના બાદ બહુ ડરી ગયા છીએ. મેં ગુમ થયેલી મહિલાની બહેન સાથે વાત કરી હતી. છેલ્લે મંગળવારે તેણે કિરણને જોઈ હતી. તે ઓફિસ ગઈ અને પછી ઘરે પાછી આવી જ નહીં.'

2

બ્રિટનના લેસ્ટરમાં એક કોલ સેન્ટરમાં જોબ કરતી ગુજરાતી મહિલાનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવ્યો છે. સુટકેસ લીસેસ્ટરશાયરની ક્રોમર સ્ટ્રીટમાં તેના ઘરની પાસે આવેલી એક શેરીમાં ફેંકવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મહિલાની ઓળખાણ કિરણ ડોડીયા તરીકે થઈ, તે 46 વર્ષની હતી. કિરણ 17 વર્ષથી નેક્સ્ટ કોલ સેન્ટરમાં જોબ કરી રહી હતી.

3

4

એક દુકાનદાર કે. વિજયે જણાવ્યું કે, 'મને શોપ પર આવ્યાને હજુ થોડીક જ વાર થઈ હતી કે અહીયા મેં બહુ બધા પોલીસ કર્મચારીઓને જોયા. તેઓએ કહ્યું કે, એક મહિલા ગુમ છે અને દુકાનના સીસીટીવી ચેક કર્યા.'

5

પોલીસે ક્રોમર સ્ટ્રીટને સીલ કરીને સમગ્ર વિસ્તારની તપાસ કરી હતી. ફોરેન્સિક ટીમને ઘટના સ્થળેથી મહત્વની કડીઓ મળી છે, ત્યારબાદ ડોર-ટૂ-ડોર તપાસ ચાલુ રાખી છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસ એવા સાક્ષીની તપાસ કરી રહી છે, જેણે આરોપીને સુટકેસ ફેંકતા જોયો હોય.

6

લીસેસ્ટરશાયર પોલીસે મર્ડરના આરોપમાં કિરણના પૂર્વ પતિ અશ્વિનની ધરપકડ કરી છે. બુધવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અશ્વિન અને કિરણના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા. 2015માં બન્નેએ ડિવોર્સ લઈ લીધા હતા. કિરણ અને અશ્વિનને બે દિકરા છે. પોલીસે બન્નેના નિવદનો પણ નોંધ્યા છે. તેઓએ કહ્યું કે, મમ્મી બહુ પ્રેમ કરતી હતી.

  • હોમ
  • દુનિયા
  • બ્રિટનમાં ગુજરાતી યુવતીની સૂટકેસમાંથી મળી લાશ, પૂર્વ પતિની ધરપકડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.