✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાકિસ્તાનનો હોટ ચા વાળો બન્યો મોડલ, સોશિયલ મીડિયા પર યુવતીઓ ફિદા, જુઓ Pics

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Oct 2016 08:54 AM (IST)
1

પાકિસ્તાનમાં આજકાલ એક ચાયવાલા ટ્રેન્ડ કરી રહ્યો છે. જો તમે વિચારી રહ્યા છો કે તેનો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કોઈ લેવાદેવા છે તો તે તમારી ભૂલ છે. હાં એટલું છે કે, આ ચાયવાલાની તુલના નરેન્દ્ર મોદી સાથે કરીને પાકિસ્તાની લોકો ખૂબ મજા લઈ રહ્યા છે. પાકિસ્તાની ફોટોગ્રાફર જિયાહ અલીએ ચા વાળાનો ફોટો પાડ્યા બાદ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. ત્યારબાદથી તે શખ્સ 'Hot ચા વાળા' તરીકે ઓળખાવા લાગ્યો છે. સોશિયલ મીડિયામાં ફેમસ થયા બાદ પાકિસ્તાનની એક ઓનલાઈન ફેશન વેબાસાઈટ દ્વારા 18 વર્ષીય અર્શદ ખાનની મોડલ તરીકે પસંદગી કરવામાં આવી છે. ચા વાળો હવે ફેશનવાલો બની ગયો છે.

2

3

4

જિયાહના કહેવા પ્રમાણે, મને જોઈને શરમાયો હતો. જિયાહે જ્યારે ઈન્સ્ટાગ્રામ પર ચા વાળાનો ફોટો પોસ્ટ કર્યો તો તે વાયરલ થઈ ગયો. પાકિસ્તાનનો આ ચા વાળો અચાનક ટ્વિટર પર મોસ્ટ ટ્રેડિંગ ટોપિક બની ગયો.

5

જિયાહે આ ચાવાળાની તસવીરો પણ લીધી હતી. જોકે, શરૂઆતની બે તસવીરોમાં તે કામમાં વ્યસ્ત હતો. જોકે, ત્રીજી ક્લિક વખતે ચાવાળાએ ગરદન ઉઠાવી હતી અને કેમેરા સામે જોયું હતું. ત્યારે જિયાહને Perfect Click મળી હતી.

6

ટ્વિટર પર કોઈકે લખ્યું 'ચાય ગરમ હૈ માશા અલ્લાહ' તો કોઈકે લખ્યું 'અમી કા દામાદ મીલ ગયા', જ્યારે એક યુવતીએ લખ્યું,'ફવાદ ખાન હવે તારી છૂટી' થઈ જવાની.

7

ફેશન એજન્સીઓને ચા વાળાને મોડલ તરીકે હાયર કરવા સુધીની સલાહ આપી રહી છે. તો પાકિસ્તાની નેશનલ ન્યૂઝ એજન્સી ડોન અને સમા ટીવીએ પણ ચા વાળાને કવર કરવાનું શરૂ કર્યું હતું.

8

સોશિયલ મીડિયા પર યુવતીઓ વિવિધ કોમેન્ટ્સ કરી રીએક્શન આપી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફોટોને લઈને યુવતીઓનાં રિએક્શન આવવાનાં શરૂ થઈ ગયા હતા. યુવતીઓ આ ચા વાળાને સુપરમોડલ ગણાવી રહી છે.

9

ફોટોગ્રાફર જિયાહે ઈસ્લામાબાદની સ્થિતિ દર્શાવતી એક ફોટો સીરિઝ માટે કેટલાક ફોટો લીધા હતા. આ ચાવાળો પેશાવર મોડની ઈતવાર બજારમાં સબજી એરિયામાં આવેલો હોવાનું યુવતીનું કહેવું છે.

10

18 વર્ષીય અર્શદ ખાન માટે સોશિયલ મીડિયા ખુશી લઈને આવ્યું છે. પાકિસ્તાનના એક ઓનલાઈન ક્લોથિંગ અને ફેશન સ્ટોર દ્વારા તેની મોડલ તરીકે પસંદગી કરવામાં આવી છે. કંપનીએ પોતાની સાઈટ પર લખ્યું છે કે ચા વાળો હવે ફેશન વાળો બની ગયો છે. વેબસાઈટે વધુમાં લખ્યું છે કે અમે બિટા પછી અમે અમારું ફૂલ વર્ઝન લોંચ કરી રહ્યા છીએ. જેમાં અર્શદ ચા વાળાની મોડલ તરીકે પસંદગી કરવામાં આવી છે.

  • હોમ
  • દુનિયા
  • પાકિસ્તાનનો હોટ ચા વાળો બન્યો મોડલ, સોશિયલ મીડિયા પર યુવતીઓ ફિદા, જુઓ Pics
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.