આ પોર્ન સ્ટારને સાઉદી અરેબિયામાં US એમ્બેસેડર બનાવવા ઓનલાઇન પીટિશન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશિયલ મીડિયા પર આ પીટિશનની ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. મિયા ખલિફા જાણીતી પોર્ન સ્ટાર છે. તે અનેકવાર વિવાદોમાં પણ રહી ચૂકી છે. એકવાર બુરખો પહેરીને પોર્ન વીડિયો શૂટ કરવા બદલ મિયાની ઇસ્લામિક દેશોમાં ખૂબ ટીકા કરવામાં આવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આ પીટિશન ડોનાલ્ડ ટ્રમ્પના પોતાના વચનોમાંથી પાછા હટવાના વિરોધમાં કરવામાં આવી છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં કહ્યુ હતું કે, તે અમેરિકામાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેશે પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેમણે તેને પોતાની વેબસાઇટમાંથી હટાવી દીધું છે.
આ અરજી ડેલકોમ રોડ્રિગ્જ ગોલ્ડસ્ટેને શરૂ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મિયા ખલિફાએ દેશ અને વિદેશના લોકો માટે પોતાની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની પરવાહ કર્યા વિના લોકોને એક સાથે લાવવા માટે કામ કર્યું છે. તે મધ્ય પૂર્વ દેશોમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા માટે એક મહાન નેતા સાબિત થશે.
ન્યૂયોર્કઃ પોર્ન સ્ટાર મિયા ખલિફાને સાઉદી અરેબિયામાં અમેરિકાની એમ્બેસેડર બનાવવા માટે ઓનલાઇન અરજી કરવામાં આવી છે. આ અરજી પર સાઇન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. અમેરિકામાં ચેન્જ ડોટ ઓઆરજી (change.org) પર આ સંબંધમાં અત્યાર સુધીમાં 1500થી લોકો સાઇન કરી ચૂક્યા છે. આ અરજી અમેરિકાના નવા ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચાડવા માટે દાખલ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -