કંદિલ બલોચ બાદ આ પાકિસ્તાની અભિનેત્રીની કરાઈ હત્યા, ધરબી દીધી 11 ગોળીઓ
તપાસ કરી રહેલા ઓફિસર અસગર હુસૈનનું કહેવું છે કે આ ટાર્ગેટ કિલિંગનો કેસ છે. આગળ તેમણે જણાવ્યું કે હુમલાખોરો થિયેટરની બહાર રાહ જોઈ રહ્યા હતા. જ્યારે તે નીકળી ત્યારે તેનો પીછો કરવામાં આવ્યો હતો. બૈગના ડ્રાઈવરે જણાવ્યું કે એક હુમલાખોરે તેના પગમાં ગોળી મારીને કહ્યું કે, કિસ્મત હવે તું નાચી નહિ શકે. આ પહેલા પણ બે વખત બૈગ પર હુમલો કરવાની કોશિશ થઈ હતી, પણ તે બચી ગઈ હતી. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે તેને કોઈ ઈંડસ્ટ્રીયાલીસ્ટ સાથે ફૈઝલાબાદમાં સંબંધો હતા. પોલીસે આ ઈંડસ્ટ્રીયાલીસ્ટ અને બૈગના પરિવારજનોની પૂછપરછ કરી અને હુમલાખોરનો પત્તો લગાવશે. PHOTO: YOUTUBE/MASTI MUJRA)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેને પગમાં, પેટમાં અને હાથમાં 11 વાર ગોળી મારવામાં આવી હતી. બૈગ અને તેના ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પણ વધુ પ્રમાણમાં લોહી વહી જવાને કારણે કિસ્મતનું મોત થયું હતું. જ્યારે ડ્રાઈવરનું સ્વાસ્થ હવે સુધાર પર હોવાનું ડોક્ટરે જણાવ્યું છે.
આ પહેલા પણ પાકિસ્તાની અદાકારા નાદરા નાગુ, યાસ્મિન, નૈના, નગિના, માર્વી, કરિશ્મા, સંગમ, આરઝુની તેમના પ્રેમીઓ કે કોઈ અદાવતમાં હત્યા કરવામાં આવી હતી.
પાકિસ્તાનના લાહોરમાં થિયેટર એક્ટ્રેસ કિસ્મત બૈગની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી નાખી છે. ગુરૂવારે જ્યારે તે પોતાનો એક સ્ટેજ શો કરીને પાછી ફરી રહી હતી ત્યારે હુમલાખોરોએ બાઈક અને કારમાં આવીને ગોળીબાર કર્યો હતો. (PHOTO: INSTAGRAM/ QISMAT BAIG)
બૈગની માતાએ કહ્યું કે તેમના પરિવારની કોઈ સાથે દુશ્મની નથી. તેના પરિવારે કિસ્મતની હત્યાના વિરોધમાં કનાલ રોડ પર પ્રદર્શન પણ કર્યુ હતું. તેમણે જલદીથી જલદી કિસ્મતની હત્યા કરનારા હુમલાખોરોની ધરપકડની માગ કરી રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -