પાકિસ્તાન ચૂંટણીઃ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીનું મતદાન પૂર્ણ, મતગણતરી શરૂ
ઈસ્લામાબાદ: પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. મતદાન બાદ હવે મત ગણતરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીનું પરિણામ મોડી રાતે જાહેર કરવામાં આવશે. પાકિસ્તાનમાં 272 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે. જેમાં બહુમત માટે 137 બેઠકની જરૂરી છે. ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરવામાં આવી છે સામાન્ય ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી પણ થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણીમાં સંભવિત હિંસાને જોતા પાકિસ્તાન છાવણીમાં બદલાઈ ગયું છે. લાહોર, કરાચી, ઈસ્લામાબાદ જેવાં મોટાં શહેરોમાં સલામતીની કડક વ્યવસ્થા ગોઠવાઈ છે. રાજધાનીમાં 25 એસપી, 50 ડીએસપી, 200થી વધુ ઈન્સ્પેક્ટર સહિત 35 હજાર પોલીસ કર્મચારીઓની ટુકડી નિયુક્ત કરાઈ છે. દરેક બૂથ પર સૈન્ય અને રેન્જર્સના જવાનો સિવાય પોલીસ કર્મચારીઓને પણ ગોઠવાયા છે.
મુખ્ય મુકાબલો નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) અને ક્રિકેટરમાંથી નેત બનેલા ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ વચ્ચે છે. ઇમરાનના વિરોધીઓના કહેવા મુજબ તેની પાર્ટીને સેના અને ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નું સમર્થન છે.
પાકિસ્તાનમાં ચૂંટણીમાં 10.5 કરોડ મતદારો ભાગ લેશે. મતદાન માટે 85,000થી વધુ પોલિંગ બૂથ બનાવાયા છે. મહિલા-પુરુષો માટે અલગ બૂથ પણ બન્યાં છે. 2013ની ચૂંટણીમાં 55 ટકા મત પડ્યા હતા. નેશનલ એસેમ્બલી માટે 3,675 અને પ્રાંતીય વિધાનસભાઓ માટે 8,895 ઉમેદવાર મળી કુલ 12,570 ઉમેદવારો મેદાનમાં છે.
આતંકવાદી હુમલા, અનેક ધરપકડો અને સેનાના હસ્તક્ષેપના આરોપો વચ્ચે પાકિસ્તાનમાં નવી સરકાર ચૂંટવા માટે આજે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલ્યા બાદ પોલિંગ બુથમાં રહેલા કર્મચારીઓને ત્યાં જ વોટોની ગણતરીમાં લગાવી દેવામાં આવી છે. રાતે નવ વાગ્યાથી ચૂંટણી પરિણામ આવવાના શરૂ થઈ શકે છે, જોકે મધરાત બાદ જ તસવીર સ્પષ્ટ થઈ શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -