16 વર્ષમાં 2700 કરોડ રૂપિયાની લૂંટ કરનારી ગેંગ પકડાઈ, જાણો કઈ રીતે કરતા ચોરી?
આરોપીઓની ઓળખ થઇ ગઇ હોવા છતાં તેમને ફ્રાન્સમાં સજા નહીં થઇ શકે. કેમ કે ફ્રાન્સ અને સર્બિયા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ નથી. 2009માં બેલગ્રેડમાં ફ્રાન્સના એક ફુટબોલ સમર્થકની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ ફ્રાન્સ અને સર્બિયા વચ્ચે કાનૂની સંધિ થઈ હતી. તેથી ફ્રાન્સ, સર્બિયાથી તેમને સુનાવણી કરવા બોલાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસર્બિયાના સરકારી વકિલ જુબિસા દ્રોગસેવિચે જણાવ્યું હતું કે ‘મોટાભાગના અપરાધીઓ નિસ, કાકાક અને યુજેસેના વિસ્તારોમાંથી આવે છે. આ વિસ્તારો રોજગારની દ્રષ્ટિએ પહેલાં વધુ સારા હતા પરંતુ આજે તેમની સ્થિતિ ખરાબ છે. તેથી ત્યાંના લોકો ગુનાખોરી તરફ વળ્યા છે. આ ગુનેગારોને ગરીબોના મસીહ તરીકે જોવામાં આવે છે.’
15 વર્ષ સુધી ચોર પકડમાં આવ્યા ન હતા પરંતું તેમના લોહીના સેંપલોના આધારે તેમની ઓળખ થઇ હતી. ફોરેન્સિક ટીમને કાંચના કેબિનેટ પર લોહી મળ્યું હતું. ડીએનએ ટેસ્ટમાં આ લોહીનું સેમ્પલ સર્બિયાઇ નાગરિક જિકા અને બોકાનું હોવાનું બહાર આવ્યું હતું. આ લોકો ઓસ્ટ્રેલિયામાં વોન્ટેડ હતા. ફોન રેકોર્ડસ દ્વારા સાસા અને લુકા નામના બીજા બે સાથીઓની જાણકારી મળી હતી.
આ ઘટના સપ્ટેમ્બર 2003ની છે. ગેંગના બુકાનીધારી શખ્સે ફ્રાન્સના બેલફોર્ટ વિસ્તારમાં એક જ્વેલેરી શોપમાં ઘુસ્યો હતો. એક હાથમાં બંદૂક હતી અને આરોપીએ એક મિનિટમાં શોપમાં કાચના શો કેસ તોડી 3 લાખ 50 હજાર યુરો (2 કરોડ 82 લાખ રૂપિયા)ની જ્વેલેરી અને વોચ લુંટી હતી.
પેરિસઃ ફ્રાન્સની ઘરેણાં ચોરતી ટોળકીને 15 વર્ષ બાદ સર્બિયામાંથી ઝડપી પાડવામાં આવી છે. 15 વર્ષ પહેલા ફ્રાન્સની એક જ્વેલરી શૉપમાં ચોરી કરનારી ગેંગના ચાર સભ્યોને સર્બિયામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઇન્ટરપૉલ અનુસાર, આ ગેંગે 1999 થી 2015 ની વચ્ચે 16 વર્ષ દરમિયાન 380 ચોરીઓને અંજામ આપ્યો છે. આ લોકો હાઇપ્રૉફાઇલ જ્વેલરી સ્ટૉરમાં ધાડ પાડતા હતાં. માનવામાં આવી રહ્યું છે કે, ગેંગે 391 મિલિયન ડૉલર (લગભગ 2687 કરોડ રૂપિયા)ની ચોરીઓ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -