પાકિસ્તાન ચૂંટણીમાં ઈમરાન ખાનની જીત પાછળ આ હિન્દુનું હતું ભેજું? જાણો કોણ છે?
મહેશકુમાર મલાની વર્ષ 2003થી 2008 સુધી તે પાકિસ્તાનના રાષ્ટ્રીય એસેમ્બલીના સભ્ય રહ્યા છે. ત્યારે અલ્પસંખ્યકોની રિઝર્વ સીટ પર પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી દ્વારા નામિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2013ની ચૂંટણીઓમાં મલાની નેશનલ એસેમ્બલી તો નથી પહોંચ્યા પરંતુ સિંધની પ્રાંતિય એસેમ્બલીમાં ધારાસભ્યના રૂપમાં પસંદ થયા હતા. તે દરમિયાન સિંધ પ્રાંતની સૂચના અને ટેકનિક મંત્રી પણ રહી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુસ્કરણ બ્રાહ્મણ જાતિના મહેશ મલાની ઉદ્યોગપતિ છે. થારપરકારના મીઠીમાં તેમના પરિવાર રસૂખદાર પરિવારોમાં ગણતરી થાય છે. તે બે દશકોથી સૌથી વધુ સમયથી પાકિસ્તાનની રાજકારણમાં સક્રિય રહ્યા છે.
ઇસ્લામાબાદ: પાકિસ્તાનની ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. અને તેમનું વડાપ્રધાન બનવું નક્કી છે. જ્યારે આ ચૂંટણીમાં ડૉ મહેશ કુમાર દક્ષિણ સિંધ પ્રાતની થારપરકાર બેઠક પરથી જીત મેળવી પહેલા હિન્દુ નેતા બની ગયા છે જેમણે જનરલ બેઠક પરથી નેશનલ એસેમ્બલીની ચૂંટણી જીતી છે.
આ ચૂંટણીમાં જીત બાદ તેમણે ટ્વિટ કર્યું કે, થારપરકારે સાબિત કરી દીધું કે તેઓ સંપૂર્ણ રીતે પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીની સાથે છે.
મહેશ કુમાર મલાની પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના નેતા છે. તેઓ દક્ષિણી પ્રાંતના થારપરકાર બેઠકના લોકપ્રિય નેતા છે. અહીંથી પ્રાંતીય એસમ્બલીમાં તેમની પસંદગી થતી રહી છે. તેમની સભાઓમાં લોકોને ભારે ભીડ જોવા મળે છે. તેમની પહોંચ પોતાના મત વિસ્તારમાં માત્ર હિન્દુઓ સુધી જ નહીં પણ, મુસલમાનોની વચ્ચે પણ છે. મલાની સતત લોકોને સંપર્કમાં રહે છે.
મલાનીએ ગ્રાન્ડ ડેમોક્રેટિક એલાયંસના પ્રતિસ્પર્ધી અરબાબ જકાઉલ્લાને મોટા અંતરથી હરાવ્યા હતા. આ સંસદીય બેઠકને એન-222ના નામથી ઓળખાય છે. પાકિસ્તાનના એક સમાચારપત્ર અનુસાર, મલાનીએ 37245 મત મેળવ્યા હતા, જ્યારે તેમના હરિફ જકાઉલ્લાને માત્ર 18323 મત મેળવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -