ઈમરાન ખાનની પાર્ટીમાં સામેલ થઈ તેની સાવકી દીકરી, જાણો કોણ છે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Aug 2018 08:54 PM (IST)
1
ક્રિકેટરમાંથી નેતા બનેલા 65 વર્ષીય ઈમરાન ખાનની પાર્ટી 25 જુલાઈએ થયેલી ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી.
2
ઇમરાન ખાને ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં લાહોરમં મનેકા સાથે નિકાહ કર્યા હતા. તે ઈસ્લામની સૂફી શાખાની લોકપ્રિયા વિદ્વાન અને ધર્મગુરુ છે. પીટીઆઈ પ્રમુખ સાથે નિકાહ છતાં મનેકા રાજનીતિમાં કોઈ સક્રિય ભૂમિકા નથી ભજવી રહી.
3
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન ઈમરાન ખાનની સાવકી પુત્રી મેહરુ મેનકા સોમવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફમાં સામેલ થઈ હતી. ડોન ન્યૂઝ ટીવીના અહેવાલ મુજબ ઈમરાનની ત્રીજી પત્ની બુશરા મેનકાની દીકરી મેહરુ સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાઈ ગઈ છે.
4
મેહરુને પાર્ટી તરફથી મંત્રી પદની ઓફર કરવામાં આવી છે. પીટીઆઈમાં સામેલ થતાં પહેલા મેહરુ પાર્ટી પ્રમુખ ઈમરાન ખાનને મળી હતી. મેહરુ અને ઇમરાન વચ્ચે થયેલી બેઠકમાં મનેકા પણ હાજર હતી.