ઈન્ડોનેશિયામાં 7ની તીવ્રતાનો ભૂકંપ: તબાહીની આવી તસવીરો જોઈને તમે ચોંકી જશો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઇમારતોમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને એરપોર્ટના ટર્મિનલને પણ નુકસાન પહોંચ્યું છે. ઈન્ડોનેશિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રવક્તા સુતોપો પુરવો નુગ્રોહોએ કહ્યું કે, શહેરમાં એવી ઇમારતોને વધુ નુકસાન પહોંચ્યું છે જે જર્જરિત હતી.
ભૂકંપ બાદ જાહેર કરવામાં આવેલી સુનામીની ચેતવણી રદ કરી દેવામાં આવી છે. અગાઉ ભૂકંપમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી. ભૂકંપથી બાલીના દેનપાસારમાં કેટલીક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ લોમબોકના ઉત્તરી ક્ષેત્રમાં જમીનની અંદર 10 કિલોમીટર નીચે હતું. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 82 લોકોનાં મોત નિપજ્યાં છે. અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું.
નવી દિલ્હીઃ રવિવારે સાંજે ઈન્ડોનેશિયામાં ભારતીય સમય મુજબ 5.16 કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7 નોંધવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -