સિંગાપુર મીટિંગમાં કેવી રહી ટ્રમ્પ અને કિમની બૉડી લેગ્વેઝ, તસવીરોમાં જુઓ ઝલક
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી અનુસાર, કેટલાય મુદ્દાઓ પર ખાસ વાતચીત થઇ, જેની પર આખી દુનિયાની નજર ટકેલી છે. ખુદ કિમ જોંગ ઉને સિંગાપુરના વડાપ્રધાન લી સીન લુંગને કહ્યું કે, અમેરિકા અને ઉત્તર કોરિયાની મુલાકાત આખી દુનિયા જોઇ રહી છે. વળી, મુલાકાત પહેલા ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે, સિંગાપુર આવવુ ખાસ છે, વાતાવરણમાં ઉત્સાહ છે.
કૈપેલા રિસોર્ટની અંદર બન્ને નેતાઓએ એકબીજા સાથે આ વિશે બેસીને વાત કરી, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમારા બન્નેના સંબંધ સારા રહેશે. મતભેદોને ભૂલીને હવે અમે આગળ વધી રહ્યાં છીએ. વળી કિમ જોંગે કહ્યું કે, તમામ વિધ્નોને દુર કરીને અમારી મુલાકાત થઇ છે અહી સુધી પહોંચવું આસાન ન હતું.
ટ્રમ્પ અને કિંમ જોંગ વચ્ચે લગભગ 50 મિનીટ સુધી વાતચીત ચાલી, વન-ટુ-વન મુલાકાત થઇ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે આ શિખર સમિટ ‘‘જબરદસ્ત સફળતા’’ વાળી હશે. વળી કિમ જોંગ ઉનની સાથે વન ટુ વન મુલાકાત કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે મુલાકાત બહુ સારી રહી. ટુંકસમયમાં પરમાણું હથિયારોનું નિરસ્ત્રીકરણ કામ શરૂ થશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉને સિંગાપુરના સેન્ટોસા દ્વીપ પર એકબીજા સાથે હાથ મિલાવ્યા અને હસીને વાતચીત કરી. અમેરિકાના કોઇ સીટિંગ રાષ્ટ્રપતિએ પહેલીવાર કોઇ ઉત્તર કોરિયન નેતા સાથે મુલાકાત કરી છે, વળી સત્તા સંભાળ્યાના 7 વર્ષ બાદ કિમ જોંગ ઉન પહેલીવાર આટલી લાંબી વિદેશ યાત્રા પર આવ્યા છે.
નવી દિલ્હીઃ અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે સદીની સૌથી મોટી મુલાકાત આજે સિંગાપુરમાં થઇ, આની સાથે જ બે પરમાણું સંપન્ને દુશ્મન દેશોની વચ્ચે શાંતિ વાર્તા થઇ. એકબીજાને ખુલ્લેઆમ પરમાણું યુદ્ધ અને સબક શિખવાડાવાની ધમકી આપનારા દુનિયાના બે મોટા નેતાઓએ આજે બધી દુશ્મની અને દુરીયાં ભુલીને હાથ મિલાવ્યા, આ એક ઐતિહાસિક ઘટના હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -