PAKના રેલવે મંત્રી શેખ રાશિદે કહ્યું, વોટ બેંક માટે મોદી સરકાર 2019માં કરાવી શકે છે સર્જિકલ સ્ટ્રાઈક
ઉલ્લેખનીય છે કે ઉરી હુમલા બાદ સપ્ટેમ્બર 2016માં ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. સેનાની આ કાર્યવાહીમાં ઘણા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને લોન્ચિંગ પેડ નષ્ટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના મંત્રીના નિવેદન પર કૉંગ્રેસે સખ્ત પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના નેતા અખિલેશ પ્રતાપ સિંહે કહ્યું, પાકિસ્તાને બારતના રાજકીય મામલાઓમાં ટીપ્પણી કરવાનો કોઈ હક નથી. ભાજપના નેતા શહનવાઝ હુસૈને કહ્યું, સર્જિકલ સ્ટ્રાઈક ચૂંટણી જીતવા માટે નહી, પાકિસ્તાનની સારવાર માટે કરવામાં આવી હતી અને આગળ પણ જરૂર પડશે તો કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે ગુરૂવારે કહ્યું, 2019 રાજકારણની દ્રષ્ટીએ મુખ્ય સાબિત થવાનું છે. પાકિસ્તાનની સરહદોને મોદી છેડી શકે છે. સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. કારણ કે તેમને પાંચ રાજ્યોમાં હાર મળી છે. તેઓ મતદારોને લુભાવવા આ પ્રકારનું પગલું ઉઠાવી શકે છે.
નવી દિલ્હી: પાકિસ્તાનને ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઈકનો ડર છે. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશિદે કહ્યું, ભાજપને ભારતમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં હાર મળી છે. એવામાં 2019 લોકસભા ચૂંટણીમાં મતદારોને લુભાવવા પીએમ મોદી સરહદ પર સર્જિકલ સ્ટ્રાઈક કરાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -