FBનો ઉપયોગ કરવા માટે ચાર્જ વસૂલાશે ? ઝુકરબર્ગે શું કહ્યું ? FB મફત છે છતાં કઈ રીતે થાય છે કમાણી ? જાણો વિગત
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન આશરે 5 કરોડ ફેસબુક યુઝર્સના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ થયો, હોવાનો આરોપ છે. નોંધનીય છે કે, આ ચૂંટણી પછી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. ઝુકરબર્ગે આ મામલે પોતાની ભૂલ સ્વીકારીને ફેસબુક યુઝર્સની માફી પણ માંગી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝુકરબર્ગે સોમવારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જો ફેસબુક પોતાની સેવાઓ માટે ચાર્જ કરવા લાગે તો દરેક લોકો આ બોજ ઉઠાવી શકશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, હકીકત એ છે કે જો તમે એક એવી સેવા તૈયાર કરો છે, જે દુનિયામાં દરેક વ્યક્તિને જોડે છે, ત્યારે એવા ઘણા લોકો હોય છે જે પૈસા નથી ચૂકવી શકતા. જાહેરાત આધારિત બિઝનેસ મોડલ એક રીત છે.
2015માં ટિમ કૂકે સિલિકોન વેલીની લોકોને ફ્રી સર્વિસ આપતી કંપનીઓની ટીકા કરી હતી અને તેઓ કસ્ટર્મસના પર્સનલ ડેટાને વેચીને તેની કિંમત વસૂલતા હોવાનો દાવો કર્યો હતો. તેમનો સીધો ઇશારો ફેસબુક તરફ હતો.
વોશિંગ્ટન: ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે એપલના સીઇઓ ટિમ કૂક પર પલટવાર કર્યો છે અને કહ્યું હતું કે કૂકે લગાવેલા આરોપો આધારહીન છે. એટલું જ નહીં, ઝુકરબર્ગે વિજ્ઞાપન આધારિત બિઝનેસ મોડલનો બચાવ પણ કર્યો હતો.
કૂકે ઝુકબર્ગ પર આરોપ લગાવ્યો હતો કે, ફેસબુકની ડેટા કલેક્શનની ટેક્નીક અયોગ્ય છે, જેમાં યુઝર્સ પાસેથી બહુ બધી પર્સનલ જાણકારીઓ લેવાય છે અને તે ભેગી કરીને એડવર્ટાઇઝર્સને વેચાય છે. જો અમે પણ અમારા કસ્ટમર્સની જાણકારીઓને આવી રીતે વટાવી નાખીએ તો ઘણા પૈસા કમાઇ શકીએ એમ છીએ, પરંતુ અમે એવું ક્યારેય નહીં કરીએ.
કૂકની આ કમેન્ટનો જવાબ આપતા ઝુકરબર્ગે કહ્યું હતું કે એપલ પોતાના ગ્રાહકોના હિતોને નજરઅંદાજ કરે છે. જો એપલને પોતાના ગ્રાહકોની ચિંતા હોત તો તેઓ પોતાની પ્રોડક્ટ્સને આટલી મોંઘી કિંમતે ન વેચતા હોત.
- - - - - - - - - Advertisement - - - - - - - - -