✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PM મોદી મ્યાનમારની યાત્રા પર, રાષ્ટ્રપતિ ક્યાવ સાથે દેશના સંબંધ મજબૂત કરવા પર કરી ચર્ચા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Sep 2017 10:36 PM (IST)
1

પીએમ મોદી મંગળવારે મ્યાનમારના પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં મોદીએ રાષ્ટ્રપતિ યૂ હટિન ક્યાવને સાથે મુલાકાત કરી અને મ્યાનમાર સાથે ભારતના ઐતિહાસિક સંબંધ મજબૂત કરવાની ચર્ચા કરી. ક્યાવના નિમંત્રણ પર મોદી મ્યાનમાર ગયા છે. પીએમ મોદી બુધવારે મ્યાનમારના સ્ટેટ કાઉંસલર આંગ સાન સૂ કી સાથે દ્વિપક્ષિય ચર્ચા કરશે. સૂ દેશના વિદેશ મંત્રી અને રાષ્ટ્રપતિ કાર્યાલયના મંત્રી પણ છે. આ યાત્રા દરમિયાન બન્ને દેશ વચ્ચે અનેક કરાર થવાની સંભાવના છે.

2

છેલ્લા વર્ષમાં નેશનલ લીગ ફોર ડેમોક્રેસી પાર્ટીના સત્તામાં આવ્યા બાદ ક્યાવ અને સૂ કી ભારતની મુલાકાતે આવ્યા હતા. મ્યાનમાર યાત્રા દરમિયાન મોદી એક વિરાસત શહેર, બાગાનની પણ મુલાકાત લેશે, જ્યાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એક મંદીર અને કેટલાક પગોડાનું જીર્ણોદ્ધાર કરી રહ્યા છે.

3

નેપેડા: ચીનમાં બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન મોદી મંગળવારે ત્રણ દિવસીય યાત્રા મ્યાનમાર ગયા છે. બ્રિક્સમાં પીએમ નરેન્દ્ર મોદીની યાત્રા કામયાબ માનવામાં આવી રહી છે. આ યાત્રામાં પહેલીવાર ચીની ધરતી પરથી પાકિસ્તાનના આંતકવાદી સંગઠનો પર આંગળી ઉઠાવવામાં આવી છે. પીએમ મોદીનો મ્યાનમારની આ પ્રથમ દ્વિપક્ષીય યાત્રા છે. તે અગાઉ 2014માં આસિયાન ભારત શિખર સમ્મેલનમાં ભાગ લેવા ગયા હતા.

  • હોમ
  • દુનિયા
  • PM મોદી મ્યાનમારની યાત્રા પર, રાષ્ટ્રપતિ ક્યાવ સાથે દેશના સંબંધ મજબૂત કરવા પર કરી ચર્ચા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.