શ્રીલંકા: રાષ્ટ્રપતિ સિરિસેનાએ વિક્રમસિંઘેને હટાવી મહિન્દ્રા રાજપક્ષેને બનાવ્યા PM
કોલંબો: શ્રીલંકાના નાટકીય ઘટના ક્રમ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેને નવા પ્રધાનમંત્રી બન્યા છે. રાષ્ટ્રપતિ મૈત્રિપાલ સિરિસેનાએ શુક્રવારે તેમને નવા પ્રધાનમંત્રી પદ માટે શપથ ગ્રહણ કરાવ્યા છે. રાજપક્ષેએ રાનિલ વિક્રમસિંઘની જગ્યા લીધી છે. યૂનાઈટેડ પીપલ્સ ફ્રીડમ અલાયન્સ દ્વારા સરકાર પાસેથી સમર્થન પાછુ ખેંચ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી બાજુ, વિક્રમસિંઘે ખુદને હટાવવાનું ગેરકાનૂની ગણાવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તે હજુ પીએમ છે. તેમણે કહ્યું કે, તે આ નિર્ણયને કોર્ટમાં પડકારશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆર્થિક નીતિઓ અને રોજના પ્રશાસનિક કામકાજને લઈ સિરિસેના અને પ્રધાનમંત્રી વિક્રમાસિંઘે વચ્ચે મતભેદ હતા. વિક્રમાસિંઘેની યૂનાઈટેડ નેશનલ પાર્ટી 2015થી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહી હતી. આ ચૂંટણીમાં મહિન્દ્રા રાજપક્ષેને હારનો સામનો કરવો પડ્યો હતો અને રાષ્ટ્રપતિ પદ છોડવું પડ્યું હતું.
યૂપીએફએના જનરલ સેક્રેટરી મહિંદા અમરવીરાએ જણાવ્યું કે, સંસદના સ્પીકર્સને લેખિત નોટ દ્વારા આની સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ સિરિસેનાની શ્રીલંકા ફ્રિડમ પાર્ટી અને રાનિલ વિક્રમસિંઘેની યૂનાઈટેડ નેશનલ પાર્ટીએ 2015માં સાથ મળીને સામાન્ય ચૂંટણી લડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -