સો વર્ષ બાદ ફરી એકવાર સમુદ્રમાં તરતુ જોવા મળશે ટાઇટેનિક જહાજ, એ જ રૂટ ને એટલા મુસાફરો સાથે કરશે મુસાફરી, જાણો વિગતે
વળી, જહાજના કેબિનથી લઇને બાકીની તમામ વસ્તુઓને પણ પહેલા ટાઇટેનિકની જેમ જ ડિઝાઇન કરવામાં આવી છે. જોકે, સુરક્ષા સાથે જોડાયેલા ફિચર્સમાં મોટા પાયે ફેરાફાર કરવામાં આવ્યા છે. આમાં લાઇફ બૉટ્સની સંખ્યા વધારવામાં આવી છે અને સેફ્ટી ફિચર બિલકુલ નવા છે જેનાથી આઇસબર્ગની પહેલાથી જ જાણ થઇ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જહાજનો રૂટ દુબઇથી ઇંગ્લેન્ડના સાઉથેમ્પટન અને પછી ત્યાંથી અમેરિકાના ન્યૂયોર્ક શહેરનો હશે, વળી આની ટિકીટનું બુકિંગ પણ પહેલા 'ટાઇટેનિક' જહાજની જેમ જ કરવામાં આવશે.
આ નવું જહાજ ચીનમાં ઓસ્ટ્રેલિયન કંપની બ્લૂ સ્ટાર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આર્થિક વિવાદના કારણે આ પ્રૉજેક્ટ લાંબા સમયથી અટકી પડ્યો હતો. આ પ્રૉજેક્ટ પર કુલ 500 મિલિયન ડૉલર (36,63,75,00,000 રૂપિયા)નો ખર્ચ આવવાનો છે.
ખાસ વાત એ છે કે, આ 'ટાઇટેનિક' જહાજને એ જ રૂટમાં સફર પર લઇ જવામાં આવવાનું છે જેને 1912માં 'ટાઇટેનિક'નું પહેલુ જહાજ ગયુ હતું. આ જહાજમાં એટલા જ પેસેન્જર અને એટલા જ કર્મચારી સવાર થશે જેટલા પહેલા 'ટાઇટેનિક'માં થયા હતા. પહેલા 'ટાઇટેનિક'માં મુસાફરોની સંખ્યા 2400 અને જહાના કર્મચારીઓની સંખ્યા 900 હતી.
બેઇજિંગઃ જે લોકોએ ફિલ્મ જોઇ હશે તે તેમને ખબર હશે કે આઇસબર્ગ સાથે ટકરાવવાથી પોતાના પહેલા જ સફરમાં 'ટાઇટેનિક' જહાજ દરિયામાં ડુબી ગયુ હતુ. આ લગભગ એક સદી એટલે કે 100 વર્ષ જુની ઘટના છે. પણ રિપોર્ટ્સ એવા છે કે, એકવાર ફરીથી આ જ નામનું જહાજ સમુદ્રમાં તરતું જોવા મળવાનું છે. બિલકુલ એ જ રીતે, એ જ સાઇઝમાં બીજુ 'ટાઇટેનિક' બનાવવામાં આવી રહ્યુ છે જે 2022માં પાણીમાં ઉતરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -