અમેરિકામાં આ કાયદો પસાર થયો તો ભારતીયો પર થશે ગ્રીનકાર્ડનો વરસાદ
આ સાત ટકાની લિમિટના કારણે ચીન અથવા ભારતના પોસ્ટ-ગ્રેજ્યુએટ્સને અડધા દાયકા સુધી અથવા તેનાથી વધુ વર્ષો સુધી રાહ જોવી પડે છે. સેનેટમાં રિપબ્લિકન માઇક લી અને ડેમોક્રેટિક કમલા હેરિસે ફેરનેસ ફોર હાઇ સ્કિલ્ડ ઇમિગ્રેશન કાયદાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ એવું બિલ છે જે ગ્રીન માટે પ્રતિ-દેશ કૅપને હટાવવામાં મદદરૂપ સાબિત થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકામાં વસતા ભારતીયો પ્રોફેશનલ મોટાંભાગે H1-B વિઝા પર જ જતા હોય છે. એચ1-બી વિઝા હેઠળ તેઓ અમેરિકાની ટોચની કંપનીઓમાં કામ કરી શકે છે. હાલમાં થયેલાં કેટલાંક સર્વેક્ષણ અનુસાર, અમુક કેટેગરીમાં ભારતીય પ્રોફેશનલ્સ ગ્રીન કાર્ડ માટે 151 વર્ષ સુધી રાહ જોવી પડે છે. અમેરિકામાં દર વર્ષે વિદેશીઓને 140,000 ગ્રીન કાર્ડ્સ મંજૂર કરવામાં આવે છે. હાલના કાયદા પ્રમાણે ગ્રીન કાર્ડના સાત ટકા સૌથી પોપ્યુલર દેશોને આપવામાં આવે છે.
હાલની સિસ્ટમ હેઠળ 9,800 ભારતીયોને દર વર્ષે અમેરિકન ગ્રીન કાર્ડ મળે છે. અમેરિકામાં મોટાંભાગના ભારતીયો ટ્રમ્પનું સમર્થન કરે છે. તેનું કારણ એ છે કે, તેઓએ ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારાનો ભરોસો આપે છે. કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે, હાલની ઇમિગ્રેશન સિસ્ટમ કાયદેસર રીતે અમેરિકા આવનારા લોકો માટે જોખમ ઉભું કરે છે, જ્યારે કાયદેસર પ્રવાસીઓની સહાયતા કરે છે જેને અનેક એમ્નેસ્ટી અને રેગ્યુલરાઇઝેશન પ્રોગ્રામ્સનો ફાયદો મળે છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રતિનિધિ સભા અને સેનેટના પાવરફૂલ સાંસોદો તરફથી ગ્રીન કાર્ડ કાયદા સાથે જોડાયેલ બે મહત્ત્વના બિલ રજૂ કરવામાં આવ્યા છે. આ બન્ને બિલમાં દેશ અનુસાર નાગરિકતા માટે મળતા ગ્રીન કાર્ડની મહત્તમ મર્યાદા ખત્મ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પ્રસ્તાવિત કાયદો પાસ થયા બાદ અમેરિકામાં રહેતા હજારો ભારતીયોને કાયમી નાગરિકતા મળી શકશે. આ બિલ પસાર થયા બાદ ગૂગલ અને અન્ય કંપનીઓમાં કામ કરી રહેલ પ્રોફેશન્લસને મોટા પાયે ફાયદો થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -