હૈદરાબાદનો યુવક બન્યો મિસ્ટર વર્લ્ડ, પ્રથમવાર કોઇ ભારતીયને પસંદ કરાયો
ન્યૂયોર્કઃ હૈદરાબાદમાં જન્મેલા રોહિત ખંડેલવાલે મિસ્ટર વર્લ્ડ 2016નું ટાઇટલ જીતી લીધું છે. આ સાથે આ સ્પર્ધામાં પ્રથમવાર કોઈ ભારતીય અને એશિયન વિજેતા બન્યો છે. યુ.કેના સાઉથ પોર્ટના ફ્લોરલ હોલમાં મિસ્ટર વર્લ્ડની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 19 ઓગસ્ટ 1989ના હૈદરાબાદમાં જન્મેલા 27 વર્ષીય રોહિતે વિશ્વભરના 47 સ્પર્ધકોને પાછળ રાખી આ એવોર્ડ પર કબજો કર્યો હતો. આ સ્પર્ધા જીતવા પર રોહિતને 50 હજાર ડોલર (33 લાખ 60 હજાર રૂપિયા) પ્રાઈઝ મની મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવોર્ડ જીત્યા બાદ રોહિતે જણાવ્યું હતું કે ‘મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે હું મિસ્ટર વર્લ્ડનો ટાઈટલ જીતી ચૂક્યો છું. આમ કરનારો હું પ્રથમ ભારતીય છું. મારા માટે આ ગર્વની ક્ષણ છે. મને મિત્રો, પરિવાર અને પ્રશંસકોનો પણ સપોર્ટ મળ્યો. (કોણ છે રોહિત)
રોહિતને આ કોન્ટેસ્ટમાં 20 લોકોની ટીમે તૈયાર કર્યો હતો. રોહિત માટે ડિઝાઈનર નિવેદિતા સાબૂએ ડ્રેસ ડિઝાઈન કર્યો હતો. રોહિતને મિસ્ટર વર્લ્ડ મલ્ટીમીડિયા એવોર્ડ, મિસ્ટર વર્લ્ડ ટેલેન્ટ, મોબસ્ટાર પીપુલ ચોઈસ એવોર્ડ, મિસ્ટર વર્લ્ડ સ્પોર્ટ્સ ઈવેન્ટ જેવા ઘણા એવોર્ડ મળ્યા હતા. ઉપરાંત તેણે મિસ્ટર સ્કોટલેન્ડએ એક્સ્ટ્રીમ ચેલેન્જ, મિસ્ટર ઈંગ્લેન્ડએ સ્પોર્ટ્સ ચેલેન્જ, મિસ્ટર ચાઈનાએ સ્ટાઈલ એન્ડ ફેશન તથા મિસ્ટર પોલેન્ડને ટેલેન્ટ ચેલેન્જ એવોર્ડ જીત્યા હતા.
રોહિતે જણાવ્યું કે જ્યારે હું મુંબઇ આવ્યો તો કોઇને ઓળખતો નહોતો. મે ઘણા ઓડિશન આપ્યા અને સીરિયલ એ હૈ આશિકીથી ડેબ્યૂ કરવાની તક મળી. 2015માં જ્યારે પ્રોવોગ પર્સનલ કેટ મિસ્ટર ઇન્ડિયાનો એવોર્ડ જીત્યો ત્યાર બાદ મારી લાઇફ બદલાઇ ગઇ. મને હિન્દી આવડતી નહોતી તો મને મારા મિત્રો અને ટિચર્સે મદદ કરી. રોહિત શાહરૂખ ખાન અને હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથને પોતાના આઇકન માને છે.
19 ઓગસ્ટ 1989ના હૈદરાબાદમાં જન્મેલા રોહિત સ્પાઈટ જેટના ગ્રાઉન્ડ સ્ટાફમાં સામેલ રહ્યો છે. તેણે કરીના કપૂર સાથે એક જ્વેલરી એડમાં પણ કામ કર્યું છે. રોહિતે ‘યે હૈ આશિકી’ ‘મિલિયન ડોલર ગર્લ’, ‘ક્રિસ’, ‘એમટીવી બિગ એફ’ અને ‘પ્યાર તૂને ક્યા કિયા’ જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.2015માં તે મિસ્ટર ઈન્ડિયાનો ટાઈટલ જીતી ચૂક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -