રશિયા: સેંટ પીટર્સબર્ગમાં બે મેટ્રો સ્ટેશન પર બોંમ્બ બ્લાસ્ટ, 10ના મોત
લોકલ મીડિયા રિપોર્ટસ મુજબ, એક ટ્રેનની અંદર વિસ્ફોટક ઉપકરણો સેટ કરવામાં આવ્યા હતા. રશિયાની તપાસ એજંસીઓ આ બ્લાસ્ટમાં કોઈ આતંકવાદી કનેક્શનને લઈને પણ તપાસ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેંટ પીટર્સબર્ગમાં આ બ્લાસ્ટ એ સમયે થયો છે, જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન શહેરમાં હાજર હતા. પુતિને આ બ્લાસ્ટમાં મૃત્યું પામનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના જાહેર કરી છે. રશિયાના સનાયા સ્ક્વેયર મેટ્રો સ્ટેશનમાં આ બ્લાસ્ટ ખૂબ જ ભીડ હતી તે દરમિયાન કરવામાં આવ્યા છે.
આ ઘટના નજરે જોનારા એક વ્યક્તિએ ટ્વીટક લખ્યું કે તે જ્યારે સીડીઓ પરથી ઉચરી રહ્યો હતો ત્યારે જ એક જોરદાર બ્લાસ્ટ થયો, બ્લાસ્ટના કારણે સુરંગ ઘ્રુજી ઉઠી હતી. આ બ્લાસ્ટ બાદ સાત મેટ્રો સ્ટેશનોને બંધ કરવામાં આવ્યા છે અને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
સેંટ પીટર્સબર્ગ: રશિયાના બીજા સૌથી મોટા શહેર પીટર્સબર્ગમાં સોમવારે બે મેટ્રો સ્ટેશનો પર બ્લાસ્ટ થયા હતા, જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધારે લોકો ઘાયલ થયા હોવાની ખબર સામે આવી છે. આ બ્લાસ્ટ પાછળ કોણ છે તે હાલ જાણી નથી શકાયું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ બ્લાસ્ટને આતંકવાદી ગતિવિધિઓથી લઈને બધી રીતે તપાસના આદેશ આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -