દુબઇ: રશિયન મોડલ્સનું હોટ ફોટોશૂટ, હોટલ માલિકોએ આપી ચેતવણી
દુબઇની ફાઇવ સ્ટાર હોટલ ‘વાલ્ડર્ફ એસ્ટોરિયા દુબઇ પામ જુમૈરાહ હોટલ’માં છેલ્લા દિવસોમાં કેટલીક રશિયન મોડલ્સ રોકાઇ હતી. આ હોટલનું એક દિવસનું ભાડુ લગભગ 85000 રૂપિયા થાય છે.
અનેક લોકોએ જણાવ્યું હતું કે, આ આરબ દેશ છે અને આ પ્રકારની તસવીરો લેવા પર તેઓને દેશમાંથી હાંકી કાઢવી જોઇએ. આ મોડલ્સમાં રશિયન ટીવી પ્રેઝન્ટર વિક્ટોરિયા બોન્યા, એક્ટ્રેસ અન્ના કાલાશનિકોવ, ટીવી રિયાલિટી સ્ટાર એલેના શિશકોવા, મોડલ્સ લિલિ એરમાર્ક, મોડલ લોબાચેવા, મોડલ એલિના એકિલોવા અને મોડલ દસા માર્ટનો સમાવેશ થાય છે.
હોટલના મેનેજરનું કહેવું છે કે મોડલ્સ પોતાની બોલ્ટ તસવીરોની સાથે સાથે હોટલનું લોકેશન અને નામ પણ ટેગ કરી રહી છે જેનાથી અમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું છે. દુબઇના અનેક લોકોએ આ મોડલ્સની ફરિયાદ કરી છે.
દુબઇઃ હાલમાં દુબઇની ફાઇવ સ્ટાર હોટલના માલિકો પોતાની હોટલમાં હોટ ફોટોશૂટ કરનારી રશિયન મોડલ્સથી પરેશાન છે. દુબઇની એક હોટલ ગ્લેમરસ ફોટોશૂટ કરનારી રશિયન મોડલ્સના એક ગ્રુપથી ખૂબ પરેશાન છે અને તેમણે તે ગ્રુપની સેલ્ફી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ડેઇલી મેલના અહેવાલ અનુસાર, હોટલનું કહેવું છે કે આ મોડલ્સ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરવાની સાથે તેમની હોટલના નામને ટેગ કરી રહી છે જેનાથી હોટલની ફેમિલી અને ફ્રેડલી ઇમેજને નુકસાન પહોંચી રહ્યું છે.