સેમસંગના ઉત્તરાધિકારીને 5 વર્ષની જેલ, આ કેસમાં કોરિયાના રાષ્ટ્રપતિની પણ ખુરશી ગઈ હતી
કોર્ટે પાંચ મહિના બાદ આ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે તેમના નિર્ણયમાં સેમસંગના વાઈસ ચેરમેને પૂર્વ દક્ષિણ કોરિયના રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂન હેની નજીકના મિત્ર સૂન સિલના ફાઉંડેશનને મોટી રકમ ડોનેશન આપવાની પેશકશ કરી હતી અને તેના બદલામાં કંપનીને રાહત આપવા માંગ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિયોલ: મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણ બનાવનાર દક્ષિણ કોરિયાની કંપની સેમસંગના ઉત્તરાધિકારી લી જેઈ યોંગને લાંચ લેવા, કોર્ટમાં ખોટા નિવેદનો આપવા અને અન્ય અપરાધ માટે કાર્ટે શુક્રવારે પાંચ વર્ષ માટે જેલની સજા સંભળાવી છે. તેના પર સેમસંગ કંપનીના તરફેણ લેવા માટે લગભગ 83 લાખ ડૉલર એટલે કે બે અરબ 45 કરોડ 37 લાખ 89 હજાર રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે.
દક્ષિણ કોરિયામાં આ મામલાને લઈને ખુબ જ વિરોધ પ્રદર્શન થયો હતો અને અદાલતમાં પાર્ક ગ્યૂનલ હે ને રાષ્ટ્રપતિ પદથી હટાવી દેવામાં આવ્યા હતા. લી જેઈ યોંગ સેમસંગ ગ્રુપ પરિવારના પહેલા એવા સભ્ય છે જેને જેલની સજા થઈ હોય. જો કે આ મામલે કોર્ટમાં અપીલ કરશે.
તેના પહેલા સિયોલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કંપનીના વાઈસ ચેરમેન લી જેઈ યોંગને પણ ભ્રષ્ટાચારના આ મામલે આરોપમાં દોષી જાહેર કર્યા હતા. ભ્રષ્ટાચારના આ મામલે દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગુએન હે તેમનું પદ છોડ્યું હતું. તેની સામે દક્ષિણ કોરિયામાં વિરોધ પ્રદર્શન પણ થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -