સાઉદી અરબના પ્રિન્સે 80 બાઝ માટે પ્લેનમાં બુક કરાવી સીટ, વાયરલ થઈ તસવીર
સાઉદી અરબ સહિત અનેક દેશમાં બાઝની વિરૂદ્ધ ભેદભાવ રોકવા માટે કાયદો પણ બનાવવામાં આવ્યો છે. આ દેશમાં કોઈપણ વ્યક્તિ બાઝની સાથે રેસ્ટોરાંમાં ભોજન કરવા જાય તો ત્યાં બાઝ માટે અલગથી બેસવાની વ્યવસ્થા કરવી પડે છે. જોકે, એ જાણકારી નથી મળી કે આ તસવીર કઈ એરલાઈન્સની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદોહાઃ સાઉદી અરબના પ્રિન્સે પોતાના 80 બાઝ માટે વિમાનમાં સીટ બુક કરાવી. ફ્લાઇટ કેપ્ટનને આ તસવીર ઇન્ટરનેટ પર મુકી છે. હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવીએ કે ખાડી દેશમાં બાઝને માણસ જેવું સન્માન મળે છે. એરલાઈન્સ પ્રવાસીઓની સાથે આવેલ બાઝને જગ્યા આપવા માટે ના ન પાડી શકે. કતરમાં તો બાઝના નામથી પાસપોર્ટ પણ જારી થાય છે.
પ્રિન્સે આ તમામ બાઝ માટે ફ્લાઇટની મિડલ સીટ બુક કરાવી હતી. જેવા જ પેસેન્જર્સ ફ્લાઇટમાં બેઠા કે બદા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક પેસેન્જરે મજાકમાં કહ્યું કે, એકદમ નવો અનુભવ હતો. આ પ્રકારના પ્રવાસી સાથે પ્લેનમાં ઉડવાનો. આ તમામ બાઝ હૂડ્સ પહેરેલા હતા. જે તેમને માથાથી લઈને આંખ સુધી કવર કરતા હતા. પક્ષીઓને શાંત રાખવા માટે હૂડ્સ પહેરાવવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -