આફ્રિદીની પાકિસ્તાનને સલાહ- કાશ્મીરની ચિંતા ન કરો, પહેલા પોતાનું ઘર સંભાળો
ઇંગ્લેન્ડની સંસદ કહેવાતી હાઉસ ઓફ કોમન્સમાં આફ્રિદીએ કહ્યું કે પાકિસ્તાને કાશ્મીરની ચિંતા કરવી જોઈએ નહીં. આફ્રિદીએ કહ્યું કે પાકિસ્તાન પોતાના ચાર પ્રાંત સંભાળી નથી શકતું. ત્યારે કાશ્મીરની ચિંતા કરવી જોઈએ નહીં. શાહિદ આફ્રિદી અહીં પોતાની સંસ્થા શાહિદ આફ્રિદી ફાઉન્ડેશન સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીનગર: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ આજે કાશ્મીર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. એક પત્રકાર પરિષદમાં શાહિદ આફ્રિદીને કાશ્મરીને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે પાકિસ્તાનને કાશ્મીરની જરૂર નથી, તેને આઝાદ રાખવું જોઈએ. શાહિદ આફ્રિદી અગાઉ પણ કાશ્મીર મુદ્દે નિવેદનો આપી ચુક્યો છે.
આફ્રિદી અગાઉ પણ અનેક વાર કાશ્મીરને લઈને નિવેદન આપી ચુક્યો છે. આ વર્ષે એપ્રિલમાં આફ્રિદીએ એક ટ્વિટ કરી કહ્યું હતું કે, ભારતના અધિકારવાળા કાશ્મીરમાં આઝાદીનો અવાજ ઉઠાવનારા માસૂમોને દમનકારી શાસન મારી નાખે છે. મને આશ્ચર્ય છે કે સંયુક્ત રાષ્ટ્ર અને દુનિયાની અન્ય માનવાધિકાર સંસ્થાઓ ક્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -